Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પ્રાંતિજના સલાલ નજીક પોલીસે રાજસ્થાનથી ટ્રકમાં આવતો 28.54 લાખના દારૂના જથ્થા સાથે ડ્રાઈવર ક્લિનરની અટકાયત કરી

પ્રાંતિજ:ના સલાલ અને ટયુડોર પાટીયા પાસે પોલીસે રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી લાકડાના વેરની આડમાં લઈ જવાતો રૃા. ૨૮.૫૪ લાખનો વિદેશી દારૃ ઝડપી પાડયો હતો. દારૃની ૮૦૦ પેટી, ટ્રક સહિત રૃા. ૩૮.૫૪ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ઉપરાંત ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે દારૃની ૮૦૦ પેટી, ટ્રક સહિત રૃા. ૩૮.૫૪ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર-ક્લીનરની ધરપકડ કરી
આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને લોભાવવા માટે વિવિધ હથકંડા અપનાવવામાં આવે છે. ત્યારે વિધાનસભા ચૂંટણીમાં દારૃબંધીનો કડક અમલ થાય તે અન્વયે પોલીસ અધિક્ષ સૌરભસિંહ અને નાયબ પોલીસ અધિકક્ષ એ. ડી. વાસ્તવને બાતમી મળી કે હરિયાણા પાસીંગવાળી ટ્રકમાં વિદેશી  દારૃ લઈને અમદાવાદ તરફ આવી રહી છે. તેવી સૂચનાને આધારે બુધવારના રોજ રાત્રે પી.એસ.આઈ. જે. એમ.પરમાર હિત પ્રાંતિજ તાલુકાના સલાલ ચોકડી તેમજ કમાલપુર પાસેની ટયુડોર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. હરિયાણઆ પાસિંગવાળી ટ્રક રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે પ્રાંતિજના કમાલપુર પાસેની ચોકડી પાસે ટ્રકને  રોકીને તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ટ્રકમાં લાકડાના વેરની આડશમાં લઈ જવાતો રૃા. ૨૮.૫૪ લાખ રૃપિયાનો ૮૦૦ પેટી વિદેશી દારૃ તેમજ ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી ગુનો  નોંધ્યો હતો. રૃા. ૧૦ લાખ ટ્રકની કિંમત સહિત કુલ ૩૮,૫૪,૮૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાંતિજ પોલીસે ટ્રક ડ્રાઈવર નરેન્દ્રસિંહ કરણસિંહ અને ક્લીનર સુમુન્દ્રસિંહ અવાસિંહ (રહે હરિયાણા) વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(5:55 pm IST)