Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ઉમરેઠની શાળામાં શિક્ષકે 6 વિદ્યાર્થિનીને જાતીય સતામણી કરતા વાલીઓનો હલ્લાબોલ

ઉમરેઠ:શહેરની જ્યુબીલી સ્કુલના શિક્ષક દ્વારા ધોરણ છની વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરતાં વાલીઓ દ્વારા સ્કૂલ પર હલ્લાબોલ કરતાં ચકચાર મચી જવા પામી હતી. એક વિદ્યાર્થિનીના વાલીેએ ઉમરેઠ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ ખાતે રહેતો હેમંતભાઈ પંડ્યા જ્યુબીલી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષક દ્વારા છેલ્લા કેટલાક સમયથી ધોરણ છમાં અભ્યાસ કરતી પાંચથી છ જેટલી વિદ્યાર્થિનીઓની યેનકેન પ્રકારે છેડતી ચાલુ કરી હતી. પોતાના ફોનમાંથી છોકરીઓને બિભત્સ ફોટા બતાવીને છોકરીઓ સ્કૂલમાં હરે ફરે ત્યારે પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો.

ગઈકાલે સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે પણ શિક્ષક હેમંતભાઈ પંડ્યા દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે ખરાબ વર્તન કરતાં વિદ્યાર્થિઓએ તેનો વિરોધ કર્યો હતો જેથી ઘરે જઈને કહેશો તો તમને મારીશ અને ક્લાસમાં પણ બેસવા નહીં દઉ તેવી ધમકીઓ આપી હતી જેથી વિદ્યાર્થિનીઓએ ઘરે જઈને પોતાના વાલીને વાત કરતા વાલીઓ ઉશ્કેરાયા હતા અને

જ્યુબીલી સ્કૂલ પર આવી ચઢીને હલ્લાબોલ કર્યું હતુ. ત્યારબાદ એક વાલીએ ઉમરેઠ પોલીસ મથકે જઈને પોતાની ફરિયાદ આપતાં પોલીસે છેડતી અને પોસ્કો એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:55 pm IST)