Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રસોઈ કરતી વેળાએ દાઝી જવાથી ખેડા તાલુકાના ધરોડાની મહિલાનું સારવાર દરમિયાન મોત

ખેડા:તાલુકાના ધરોડાની મહિલા રસોઈ બનાવતા દાઝી ગઈ હતી. આ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના ધરોડામાં મહમદખાન પઠાણ રહે છે. ગત તા.૧-૧૧-૧૭ ની સાંજે તેમની દીકરી યાસ્મીનબાનું ચૂલા ઉપર રસોઈ બનાવતી હતી. ત્યારે ચૂલો સળગાવતા કેરોસીન રેડતા ભડકો થયો હતો. જેથી આગની જોળ લાગતા પહેરેલ કપડાં સળગી ઉઠતા યાસ્મીનબાનું આખા શરીરે દાઝી ગઈ હતી. જેની જાણ થતાં પરિવારજનોએ તુરંત જ તેણીને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અંબાજી હોસ્પિટલમાં રીફર કરી હતી. આ દરમિયાન સાંજે વહેલી સવારે યાસ્મીનબાનું (ઉં.વ.૨૭)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:54 pm IST)