Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

અમદાવાદમાં આરોગ્યલક્ષી 'સેવાયજ્ઞ'નો આરંભ કરાવશે નરેન્દ્રભાઇ

સ્વામીનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) દ્વારા જોગી સ્વામીની પૂણ્ય સ્મૃતિરૂપે નવનિર્મિત હોસ્પીટલનું રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ :સંતો-મહંતોના સાનિધ્યમાં માધવપ્રિયદાસજી સ્વામી શોભાવશે અધ્યક્ષસ્થાનઃ 'યોગ-આયુર્વેદ-એલોપેથી'નો પવિત્ર ત્રિવેણી સમન્વય 'સર્વજીવ હિતાવહ'ના સુત્રને કરશે ચરિતાર્થ

રાજકોટ, તા., ૧: અમદાવાદ ખાતે સ્વામી નારાયણ ગુરૂકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) દ્વારા ભગવાન શ્રી સ્વામી નારાયણ, ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ આરંભેલા સર્વજીવહિતાવહ સેવાયજ્ઞના ભાગરૂપે પૂ. જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર છારોડી ખાતે નિર્માણ પામેલ શ્રી જોગી સ્વામી એસજીવીપી હોલીસ્ટીક હોસ્પીટલનો લોકાર્પણ સમારોહ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા.૩ જીએ બપોરે ૪ વાગ્યે યોજાશે. જેમાં શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને  શોભાવશે.

સર્વજનહિતાવહની શુભભાવના સાથે આરોગ્યલક્ષી સેવાજયોત ઝળહળાવવાના પાવન પ્રસંગે આશીર્વાદ પુરાણી શ્રી ભકિતપ્રકાશ દાસજી સ્વામી દ્વારા આપશે... સાથે સાથે ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ (અમરેલી), દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર-અમદાવાદ), પરમાત્માનંદજી મહારાજ (મહામંત્રી હિન્દુ ધર્મ આચાર્ય સભા, રાજકોટ), અવિચલદાસજી મહારાજ (સારસા), દેવપ્રસાદજી મહારાજ (આણંદબાવા આરમ, જામનગર), આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ જામનગર), શંભુનાથજી મહારાજ(ઝાંઝરકાપીઠ), અધ્યાત્માનંદજી મહારાજ (શિવાનંદ આશ્રમ, અમદાવાદ), લલીત કિશોરજી મહારાજ (નિમ્બાર્કપીઠ-લીંબડી), કનીરામ મહારાજ (દુધેરજ), ભરતબાપુ (લાલગેબી આશ્રમ-હાથીજણ), શિવરામ સાહેબ (કબીર આશ્રમ-મોરબી), ચૈતન્યશંભુ મહારાજ (અમદાવાદ), ભાગવતઋષિજી (ભાગવત વિદ્યાપીઠ-સોલા)ની ઉપસ્થિતિ સાથે જ.

શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગર), જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ), ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી (કોઠારી-વડતાલ), ભકિતતનયદાસજી સ્વામી (મહુવા), લક્ષ્મીનારાયણદાસજી સ્વામી (ભાવનગર), નૌતમપ્રકાશદાસજી સ્વામી (વડતાલ), કોઠારી નિલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર), દેવપ્રકાશદાસજી સ્વામી (ચેરમેન-વડતાલ), ધર્મપ્રિયદાસજી સ્વામી (બાપુ સ્વામી-ધંધુકા), દેવનંદનદાસજી સ્વામી (જૂનાગઢ), ગોવિંદપ્રસાદદાસજી સ્વામી (જામનગર), પુરાણી મોહનપ્રસાદદાસજી સ્વામી (પીપલાણા), ભકિતજીવનદાસજી સ્વામી (હરિયાળા), મોહનપ્રસાદદાસજી સ્વામી (ધોરાજી), ભકિતપ્રિયદાસજી સ્વામી (ગઢડા), સત્સંગભૂષણદાસજી સ્વામી (કણભા), ભાનુપ્રકાશદાસજી સ્વામી (ડાકોર), ઘનશ્યામપ્રસાદદાસજી સ્વામી (મુંબઈ), માધવદાસજી સ્વામી (ઉના), રામકૃષ્ણદાસજી સ્વામી (ધ્રાંગધ્રા), હરિવલ્લભદાસજી સ્વામી (હરિદ્વાર), બાલકૃષ્ણદાસજી સ્વામી (ફરેણી), દેવપ્રસાદદાસજી સ્વામી (વંથલી), નારાયણદાસજી સ્વામી (વ્રજભૂમિ), ગોવિંદપ્રસાદદાસજી સ્વામી (મેતપુરવાળા), ભકિતસંભવદાસજી સ્વામી (અમરેલી) અને હરિપ્રકાશદાસજી સ્વામી (સારંગપુર)નું સાનિધ્ય રહેશે... સાથે સાથે વૈદ્યરાજો, સામાજીક અગ્રણીઓ-શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહેશે.

અત્રે નોંધનીય છે કે, યોગવર્ગનો નિયત સમય સવારે ૭ થી ૧ર તથા બપોરે ૩ થી ૬ તેમજ યોગ કન્સલ્ટીંગ સ્પેશીયલ યોગ કલાસ બપોરે ર-૩૦ થી ૪-૩૦ વચ્ચે થશે.

શરીરનું સંપુર્ણ શુદ્ધિકરણ કરી દર્દને મુખમાંથી ઘટાડતી રપ૦૦ વર્ષ પહેલાની ચિકિત્સા પદ્ધતિ પંચકર્મ ઉપકરણો સાથે આયુર્વેદ સુપર સ્પેશ્યાલીટીમાં કેન્સર, હ્રદયરોગ, કિડની, ગર્ભસંકાર, વંધ્યત્વ નિવારણ, બાળરોગ, ઓબેસીટી, ગળા વિભાગ સહિત મધુપ્રમેહ (ડાયાબીટીસ), માનસ રોગ, વ્યસનમુકિત, ક્ષારસુત્ર અને વેલનેસ વિભાગ પણ કાર્યરત હશે.

એલોપેથી સુવિધા...

એવી જ રીતે એલોપથીમાં પણ કાર્ડિયાક સર્જરી-કાર્ડિયોલોજી, ક્રિટીકલ કેર-ફેફસાના રોગો, ન્યુરો સર્જરી, ન્યુરોલોજી, સ્પાઇ, આંખ, જનરલ મેડીસીન, હેલ્થ ચેકઅપ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓર્થોપેડીક જોઇન્ટ રીપ્લેસમેન્ટ, ગાયનેક ઇન્ફર્ટીલીટી, એન્ડોસ્કોપી, એન્ડોક્રાઇનોલોજી (ડાયાબીટીસ, થાઇરોઇડ), નફોલોજી-યુરોલોજી, કેન્સર મેડીસીન-કેન્સર સર્જરી, ચામડીના રોગ-પ્લાસ્ટીક સર્જરી, માનસિક રોગ-વ્યસનમુકિત, ઇન્ફેકશીયસ ડિસીસ (ચેપી રોગ), વૃધ્ધત્વ, દર્દશામક-રાહક સારવાર, એનેસ્થેસીયા, ફિઝીયોથેરાપી-રોહીબીટેશન, પેથોલોજી-માઇક્રોબાયોલોજી અને રેડીયોલોજી વિભાગનો સમાવેશ થાય છે... સૌ મહેમાનો, આમંત્રિતોને સપરિવાર ઉપસ્થિત રહેવા પુરાણી બાલકૃષ્ણદાસજી દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

ધ્યાન

ઓરા ધ્યાન

નાદ ધ્યાન

મંત્ર ધ્યાન

ચક્ર ધ્યાન

દીપ ધ્યાન

જાણો...યોગના લાભ

* માઇન્ડ પાવર વધે છે, આત્મવિશ્વાસ વધે છે, સ્ટ્રેસ, ડીપ્રેશન દુર થાય છે. યાદશકિત વધે છે.

* રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, શરીર સૌષ્ઠવ વધે છે અને યૌવન ટકી રહે છે.

* યોગ, ગરદન, કમર, ઢીંચણ વગેરે તમામ પ્રકારના સાંધાના દુઃખાવા મટાડવામાં સહાયક બને છે.

* દવાઓ લેવા છતાં કંટ્રોલમાં ન રહેતી બ્લડ સુગર યોગથી નિયંત્રિત કરી શકાય છે.

* યોગથી હાઇબ્લડ પ્રેશરમાં રાહત થઇ શકે છે.

* યોગથી અસ્થમા, દમમાં રાહત મળે છે અને ફેફસાની કાર્યક્ષમતા વધારી શકાય છે.

* યોગથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ (ટોકસીન) દુર થાય છે.

રોગ અનુસાર યોગ

* ગરદનનો દુઃખાવો

* કમરનો દુઃખાવો

* રાંઝણ-પ્રમેહ

* ઢીંચણનો દુઃખાવો

* સ્થૌલ્ય-તણાવ

આધુનિક-આંતરરાષ્ટ્રીય માપદંડોથી સુસજ્જ ઇમરજન્સી વિભાગ...

કોઇપણ પ્રકારની ઇમર્જન્સીને પહોંચી વળવા માટે આધુનિક અને આંતરરાષ્ટ્રીય માપદંડોથી સુસજ્જ એવો ઇમર્જન્સી વિભાગ છે. જેનાથી દર્દીને ઝડપથી વધુ સઘન તપાસ અને સચોટ તાત્કાલિક સારવાર મળી રહેશે. વધુ વિગતો માટે ફોન (૦ર૭૧૭) ર૪૦૦૦૧ અથવા મો.૯૫૧૨૨-૦૦૧૨૨ ઉપર સંપર્ક સાધી શકાશે.

હેલ્થ ચેકઅપ...

પ્રીમીયમ,

એડવાન્સડ,

એકસીકયુટીવ,

 બેઝીક,

સર્વસાથી,

 ઇન્ડસ્ટ્રીયલ

ડાયાબીટીક

કાર્ડીયાક

બોન ેએન્ડ જોઇન્ટ

કેન્સર

સ્મોકર્ર્સ

ઓબેસીટી

પીડીયાટ્રીક

એડોલોસન્ટ

પ્રિ-મેરેજ

કિવન્સ અને

કિવક સેવન હેલ્થ ચેક અપ

યોગ

અષ્ટાંગ યોગ

આયંગર યોગ

તિબેટિયન યોગ

સંગીત સાથે યોગ

પાવર યોગ

યોગ પ્રશિક્ષણ

સ્પિરિચ્યુઅલ હિલીંગનો ઉદેશ...

* જીવાત્મા અને પરમાત્માના સંબંધને સમજવા પ્રયાસ કરવો.

* સર્વવ્યાપી પરમાત્મા પોઝીટીવ શકિતનો સત્રોત છે. યોગ અને ધ્યાન દ્વારા એમનો સંપર્ક સાધવા પ્રયાસ કરવો.

* આધ્યાત્મિક જાગૃતિની ઉચ્ચ સ્થિતિને પામવા પ્રયત્નશીલ થવુ.

* ચૈતન્યની ઉર્જામાં ગુણાત્મક વધારો કરવો.

* અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોનો ઇલાજ કરવો.

* પોઝીટીવ વલણ પ્રાપ્ત કરી નેગેટીવ વિચારોથી મુકત થવુ.

આયુર્વેદ સુવિધાઓ

* નાડી પરીક્ષા

* પંચકર્મ (ડીટોકસીફિકેશન)

* ગર્ભસંસ્કાર

* પેઇન મેનેજમેન્ટ

* સ્ટ્રેસ મેનેજમેન્ટ

* ઓબેસીટી

* વયઃસ્થાપન

* પુનઃ યૌવન સ્થાપન

* વ્યસનમુકિત

* સૌંદર્ય ચિકિત્સા

* ક્ષારસુત્ર

* કેશ સૌંદર્ય

* ગ્રીવાબસ્તી

* કટીબસ્તિ

* જાનુબસ્તિ

* પત્રપિંડસ્વેદ

* જેન્તાક સ્વેદ

* શિરોધારા

* અભ્યંગ

* અગ્નિકર્મ

* પંચગવ્ય

* માઇન્ડ પાવર

* સુવર્ણ પ્રાશન

* વમન

* વિરૈયન

* બસ્તિ

* રકતમોક્ષણ

* અક્ષિતર્પણ

 

(4:57 pm IST)