Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

બનાસકાંઠાના પૂરપ્રકોપ વખતે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોર જતા રહ્યા'તાઃ વિજયભાઈ પાટણમાં

પાટણઃ વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રણછોડભાઈ દેસાઈના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રીબીન કાપી ઉદબોધન કરવામાં આવ્યુ હતું. કાર્યાલય ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિવિધ સમાજો દ્વારા વિવિધ મોમેન્ટો અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ પાટણ-બનાસકાંઠામાં આવેલા પૂરના સમયે અહીં પ્રજાની વચ્ચે હાજર રહી રૂ. ૧૫ કરોડનું રાહત પેકેજ આપેલ. તે સમયે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોર જતા રહ્યાની યાદ અપાવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ઓમ માથુર ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, બળવંતસિંહ રાજપૂત-સિદ્ધપુર-પાટણ, પૂ. ભાજપ પ્રમુખ મોહનલાલ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ ઠાકોર તેમજ પાટણ જિલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, પાટણની જનતા શાણી છે વિકાસની ગતિ પકડી છે અને લોકો તેને આવકારી રહ્યા છે (તસ્વીર-અહેવાલઃ જયંતીભાઈ ઠક્કર-પાટણ)

(4:46 pm IST)