Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

અમદાવાદની ૪ બેઠકમાં બે જોડી બેલેટ યુનિટ

વિરમગામ - વટવા - બાપુનગર - ધંધુકામાં ૧૫થી વધુ ઉમેદવારોઃ ચૂંટણી તંત્ર ધંધે લાગ્યું

અમદાવાદ તા.૧ : અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભાની બેઠકમાંથી ૪ બેઠકના મતદાર કેન્દ્રોમાં બે જોડી બેલેટ યુનિટ મુકવા પડશે. જેમાં વિરમગામ, વટવા, બાપુનગર અને ધંધુકા બેઠકનો સમાવેશ થાય છે. આ ચારેય બેઠક પર ૧૫થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેથી બેલેટ યુનિટની સંખ્યા વધારવી પડશે. મહત્વનું છે કે, વિરમગામમાં ૨૨ ઉમેદવાર છે જ્યારે બાકીની ત્રણ બેઠકમાં ૧૬ ઉમેદવાર હોવાથી આ ત્રણ બેઠકમાં બેલેટ યુનિટની ક્ષમતા કરતા માત્ર એક ઉમેદવાર વધુ હોવા છતાં નવુ બેલેટ યુનિટ મુકવું પડશે.

ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચુંટણીમાં ઇવીએમ અને વીવીપેટ મશિનનો ઉપયોગ થશે. જોકે મતદાતાએ મત બેલેટ યુનિટમાં દર્શાવેલા નામ, ફોટો અને ચિહન જોઇને આપતા હોય છે. બેલેટ યુનિટમાં ૧૫ ઉમેદવારોના નામ અને ચિહન તેમજ એક ઓપ્શન નોટાનો આવે તેટલી ક્ષમતા હોય છે. એટલે કે, કુલ ૧૬ ઓપ્શન હોય છે જેથી ૧૫થી વધુ ઉમેદવારો હોય તેવી બેઠકના તમામ મતદાર કેન્દ્રોમાં બે જોડી બેલેટ યુનિટ મુકવા પડે.

(4:27 pm IST)