Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કોંગ્રેસના લોકો વિકાસ અને ગરીબ વિરોધી; સાડા છ કરોડ ગુજરાતીઓનો વિકાસ અમારૂ લક્ષ્ય : નર્મદા જીલ્લાના કેવડિયા -નાંદોદમા જાહેર સભા સંબોધતા વિજયભાઇ રૂપાણી

 

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આયોજિત જંગી સભાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધિત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પ્રવચનની શરૂઆતમાં જણાવ્યુકે,આ વખત ચૂંટણીમાં સમગ્ર દેશની નજર મંડાઇ રહી છે. નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન બન્યા પછી કોંગ્રેસના મૂળીયા સાફ થઈ ગયા છે. આજે કોંગ્રેસડુબતી નાવ છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાહુલ બાબા નરેન્દ્રભાઇનો હિસાબ માંગવા નિકળ્યા છે ત્યારે હું રાહુલ ગાંધીને પુછવા માંગુ છુ કે મનમોહનસિંહની સરકારમાં આકાશ, પાતાળ,જળમાંથી પૈસા ખવાયા એનો હિસાબ આપો. યુપીએની સરકાર આ દેશના ઇતિહાસની સૌથી વધુ ભ્રષ્ટ સરકાર હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસના શાસનની યાદ અપાવતા જણાવ્યુકે, ૧૯૯૫ પહેલાના ગુજરાતમાં કોમી તોફાનો થતા હતા, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકતી ન હતી. અજંપાભરી સ્થિતિઅને કર્ફ્યુના દર્શન વારંવાર થતા હતા. જયારે ભારતીય જનતા પાર્ટીનારાજમાં કોઇ તોફાન નથી થતુ. મોહરમ અને ઇદના તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય છે. કોંગ્રેસ વોંટબેંકની રાજનિતિ કરે છે, જયારે અમે વિકાસની રાજનિતિ કરીએ છીએ. અમારા ત્યાં ચા વાળો પણ વડાપ્રધાન બની શકે છે. કોંગ્રેસને ચા વાળાની અને ગરીબની મજાક ભારે પડશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ચૂંટણી છે એટલે રાહુલ ગાંધી મંદિરમાં જાય છે. દિલ્હીના અક્ષરધામ મંદિરની તેઓ કેમ મુલાકાત લેતા નથી.? ગાયની કતલ કરનારાઓને કોંગ્રેસ કેરળમાં કેમ સસ્પેંન્ડ નથી કરતી.?રાજપીપળા અને નર્મદા વિસ્તાર દુનિયાના નકશામાં ચમકતો થવાનો છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, ગરુડેશ્વર નવો તાલુકો બન્યો છે. પેસા એકટનો અમલ શરૂ થયો છે, સરકારે વનવાસીઓને વનપેદાશના અધિકારો આપ્યા છે. ૩ કરોડ ગરીબ પરિવારોના દ્યરે ગેસના બાટલા પહોંચાડ્યા છે. ૪૫ હજાર કરોડના કામ આ વનબંધુ માટે કર્યા છે. નવી ૭ મેડીકલ કોલેજોને મંજુરી આપી છે. નર્મદા જિલ્લામાં ટ્રાયબલ યુનિવર્સિટી જાહેર કરી છે.

રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને જુઠાણુ ચલાવી રહ્યા છે.ગુજરાત રાજય રોજગાર ઉત્પાદનમાં નંબર ૧ છે. અમેઠીમાંથી લોકો રોજગાર માટે ગુજરાત આવે છે. અમે ભારત માટે જીવીએ છીએ અને ભારત માતા માટે મરીએ છીએ. દિલ્હીમાં હવે ગુજરાતના સપુતની સરકાર છે. હવે દિલ્હી ગુજરાતની ચિંતા કરે છે. આપણે સૌએ સાથે મળી ૧૫૦ૅ વાળી ભાજપની સરકાર બનાવી આવનારા દિવસોમાં ગુજરાતનો વિકાસ ૧૦ ગણો વધારીએ. નરેન્દ્રભાઇ મોદી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ના મંત્ર સાથે ભારે બહુમતીથી ભાજપના ઉમેદવારને જીતાડવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ, ક્ષેત્રીય ઉમેદવારો અને જિલ્લાની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

પ્રથમ તબક્કાના ૯ર૩ ઉમેદવારોમાંથી ૧૩૭ સામે ક્રિમીનલ કેસઃ ૭૬ સામે મર્ડર અને અપહરણના કેસઃ ગુન્હાહીત પ્રવૃતીના મામલામાં ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇઃ એડીઆરનો રિપોર્ટ

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કા માટે ૯મીએ મતદાન યોજાવાનું છે એ માટે ૯ર૩ ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી ૧૩૭ સામે ક્રિમીનલ કેસ નોંધાયેલા છે. જે પૈકી ૭૬ ઉમેદવારો સામે મર્ડર અને અપહરણના કેસ નોંધાયેલા છે. મહેશ છોટુ વસાવા કે જેઓ ડેડીયાપાડાથી ચુંટણી લડે છે તેમની સામે ૩૦રનો ગુન્હોનોંધાયેલો છે. ચુંટણી ઉમેદવારો પૈકી ૮ ઉમેદવારો સામે ૩૦૭, ર ઉમેદવારો સામે ૩૭૬, ૧ ઉમેદવાર સામે પ૦૯ અને ૩ સામે આઇપીસીની કલમ ૩૬પ એટલે કે અપહરણના ગુન્હા નોંધાયેલા છે. એડીઆરના રીપોર્ટ અનુસાર ભાજપના ૮૯માંથી રર, કોંગ્રેસના ૮૬ માંથી ૩૧, બસપાના ૬૦માંથી ૧૧ અને એનસીપીના ર૮ માંથી ૪ સામે ક્રીમીનલ કેસ નોંધાયા છે. રિપોર્ટ અનુસાર કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજયગુરૂ સૌથી વધુ એટલે કે ૧૪૧ કરોડનીસંપતિ ધરાવે છે. જયારે તે પછી ભાજપના સૌરભ પટેલ ૧ર૩ કરોડ અને ધનજી પટેલ ૧૧૩ કરોડની મિલ્કત ધરાવે છે. પોરબંદર અને ગીર સોમનાથના બે ઉમેદવારોએ પોતાની મિલ્કત શુન્ય દર્શાવી છે.

(4:13 pm IST)