Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ગુજરાતના GDPમાં ઘટાડો, વાઇબ્રન્ટ દાવા પોકળ, ૬ લાખથી વધુ બેકારોઃ સુરેશ મહેતા

અમદાવાદ તા.૧ : નોટબંધી અને જીએસટીના ફટકાથી ગુજરાતના જીડીપીના વૃદ્ધિ દરમાં લગભગબે ટકાનો ઘટાડો આવ્યો છે. રાજ્યમાં લગભગ ૯૦ ટકા કામદારો અસંગઠિતક્ષેત્રમાં કામ કરે છે. ત્યારે જીડીપીમાં પ્રત્યેક ટકાનો ઘટાડો રોજગારીમાં પોણાટકાનો ઘટાડો લાવે છે. આમ બધાની ગણતરી એકઠી કરીએ તો કામદાર વસ્તીના૯૦ ટકાને સમાવતા વ્યવસાયો કે કામધંધામાં બે ટકાનો ઘટાડો થવાથી રોજગારીમાંદોઢ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ગુજરાતમાં વરસોવરસ વધુને વધુ બેકાર નોંધાતાજાય છે. એવો સણસણતો આક્ષેપ લોકશાહી બચાવો અભિયાન સાથે જોડાયેલાઅને પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કર્યો હતો.

લોકશાહી બચાવ અભિયાન હેઠળ ગુજરાતમાં લાખો બેકાર, સામાજિક સલામતીના નામે મીડુંના હેતુસર પૂર્વમુખ્યમંત્રી સુરેશ મહેતા, કર્મશીલ મહેશ પંડયા, પ્રો.હેમંતકુમાર શાહ, ડૉ.રોહિતશુક્લ, ગૌતમ ઠાકરે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રીસુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેકારો વધારે નોંધાય છે અને રોજગારીઓછાને મળે છે. વર્ષ ર૦૦૧-૦રમાં ર.પર લાખ નવા બેકાર નોંધાયા હતા. પણર૦૧૦-૧૧માં ૪.૧૧ લાખ નવા બેકારો નોંધાયા હતા. જ્યારે વર્ષ ર૦૧પમાં૪.૭૪ લાખ બેકારો નોંધાયા હતા. તેમાંથી ૩.૩૭ લાખ લોકોને રોજગારી મળી હતી. એટલે વરસોવરસ વધુને વધુ બેકાર નોંધાતા ગયા છે. જો કે ગુજરાતમાં વર્ષર૦૧પમાં નોંધાયેલા બેકારોની સંખ્યા ૬.૧૧ લાખ છે જેમાં શિક્ષિત અને અશિક્ષિતએમ બન્ને પ્રકારના બેકારોનો સમાવેશ થાય છે. જો કે રોજગાર વિનિમય કચેરીઓજેટલા લોકોની ભલામણ કરે છે તેટલા લોકોને રોજગારી મળતી નથી. વર્ષ ર૦૧પ-૧૬માં રોજગાર કચેરી દ્વારા વર્ષના પ્રથમ ૬ મહિના દરમિયાન પ.૧ર લાખ લોકોની રોજગારી માટે ભલામણ કરવામાં આવી હતી. પરંતુ તેમાંથી માત્ર ૧.૭૭લાખ લોકોને જ એટલે કે માત્ર ૩પ ટકા લોકોને જ રોજગારી મળી હતી.

ગુજરાતનાએન્જિનિયરોમાંથી ૮૦ ટકા બેકાર છે. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ વધુમાંજણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાતમાં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં મૂડી રોકાણથીલાખો લોકોને રોજગારી મળશે એવા દાવા કરવામાં આવ્યા હતા.  પરંતુ ખરેખરરોજગારી ઊભી થઈ જ નથી. એટલે વાઈબ્રન્ટ સમિટમાં કરાયેલા રોજગારીના દાવા સાવ પોકળ સાબિત થયા છે.

(12:11 pm IST)