Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મહા વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે ત્રાટકવાની આગાહીને પગલે રાજ્યનું વહીવટીતંત્ર એલર્ટ

જિલ્લા કક્ષાએ તમામ અધીકારીઓને સાથે પૂર્વ તૈયારી કરવા અને રાહત બચાવ કામગીરી અંગે આગોતરા પગલાં લેવા તાકીદ

અમદાવાદ : મહા વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે આગામી તા,6ના સવારથી તા, 7 અને તા, 8 દરમિયાન હવામાન વિભાગ દ્વારા મહા વાવાઝોડાની આગાહી કરાઈ છે રાજ્યના દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી,સુરત,ભરૂચ,વડોદરા જિલ્લાઓના સાગરકાંઠા સહિતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર,ગીર સોમનાથ,અમરેલી,જૂનાગઢ,પોરબંદર,

                      દ્વારકા જામનગર રાજકોટ મોરબી જિલ્લામાં વાવાઝોડાની મહત્તમ અસર થવાની સંભાવના છે  ઉક્ત તેન દિવસો દરમિયાન 60થી 70 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાત મધ્યગુજરાત અનેઉત્તર ગુજરાત સહિતના સમગ્ર ગુજરતમાં થવાની સંભાવના છે જેથી ઉક્ત જિલ્લાઓમાં ઉથાસ્થિતથાનાર પરિસ્થિતિને લક્ષમાં રાખીને રાહત બચાવ કામગીરી અંગે અજરૂરી તમામ આગોતરા પગલાં ભરવા મહેસુલ વિભાગના રાહત કમિશનર અને સચિવે તાકીદ કરી છે

(11:57 pm IST)