Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં કાલે ભાજપ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ ' માં પ્રદેશ બેઠક

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સવારે ૧૦.૩૦ કલાકથી પ્રદેશ બેઠક યોજાશે.

અમદાવાદ : પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકથી ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે સંગઠન પર્વ અંતર્ગત ભાજપાની પ્રદેશ બેઠક યોજાશે.

                 જેમાં સંગઠન સઃરચનાની કામગીરી, સેવા સપ્તાહ કાર્યક્રમો, નમામિ દેવી નર્મદે કાર્યક્રમો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જન્મજયંતિ કાર્યક્રમો તથા સંપર્ક અભિયાન જેવા કાર્યક્રમોની સમીક્ષા તેમજ આગામી નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોના આયોજન અંગેની ચર્ચા તેમજ આગામી સંગઠનાત્મક કાર્યક્મો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. 

                 આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારઓ, મોરચાના પ્રદેશ પ્રમુખઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, જીલ્લા/મહાનગરના પ્રમુખ-મહામંત્રીઓ, સંગઠન પર્વના પ્રદેશ અને ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ, સંગઠન પર્વના જીલ્લા/મહાનગરના ઇન્ચાર્જઓ તથા પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ જીલ્લા/મહાનગરના સંરચના અધિકારીઓ તથા સહ અધિકારીઓ ઉપસ્થિત રહેશે

(9:15 pm IST)