Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

લાભ પાંચમથી વિરમગામ એપીએમસી માર્કેટયાડ ખાતે હરાજી શરૂ કરવામાં આવી

ખેડુતોને મોં મીઠું કરાવી વેપારીઓ દ્રારા ડાંગર, કપાસ, જીરૂ, એરંડા સહિતની હરાજી શરૂ કરવામાં આવી

( વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ : દિવાળીના પર્વ પછી નવા વર્ષમાં વિરમગામ પંથકમાં વેપારીઓ દ્વારા લાભ પાંચમના દિવસથી ધંધા રોજગારનું મુહર્તની પરંપરા હોવાથી લાભ પાંચમ થી વિરમગામ શહેર આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડુતોના પાકની હરાજી શરૂ કરાઇ હતી. નૂતન વર્ષમા ખેડુતોને મોં મીઠું કરાવી વેપારીઓ દ્રારા ડાંગર, કપાસ, જીરૂ, એરંડા સહિતની હરાજી શરૂ કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ નળકાંઠાના ના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પ્રધાન છે. જેમા દર વર્ષે લાખો હેક્ટર કપાસ, એરંડા, જીરૂ, ડાંગર સહિતના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે ત્યારે ખેડુતો નૂતન વર્ષ મા હોશે હોશે એપીએમસી માર્કેટયાડ ખાતે હરાજી કરાવી રહ્યા છે.

(8:00 pm IST)