Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરે લાભ પાંચમનો સમૈયો ઉલ્લાસભેર ઉજવાયો

પુસ્તકોનું પૂજન કરી વધુ જ્ઞાન પ્રાપ્તિની પ્રાર્થના કરાઈ :

( વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ: વિક્રમ સંવતના કારતક માસમાં શુક્લ પાંચમનો દિવસ એટલે કે લાભપાંચમ જેને જ્ઞાન પંચમી, સૌભાગ્ય પાંચમ પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે દુકાનદારો દિવાળીની રજાઓમાં બંધ કરેલ વ્યવસાયનો મુહૂર્ત લાભપાંચમના દિવસે કરે છે.

દિવાળીનાં તહેવારોની રંગત જામી છે ત્યારે દિવાળી પર્વનો છેલ્લો દિવસ એટલે લાભ પાંચમ જેને લાખેણી પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. પાંચમ બીઝનેશ  શરુ કરવા માટે ખુબ શુભ દિવસ ગણાય છે. તેમજ લાભ પાંચમનાં દિવસે પુસ્તકોનું પૂજન કરી વધુ જ્ઞાન પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવે છે .

  આ ઉપરાંત જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન ન કર્યું હોય તેઓ લાભ પાંચમના દિવસે પૂજન કરી દુકાન અને વેપારનો શુભારંભ કરવાનું ચુકતા નથી. દિવાળીમાં અંતિમ પર્વનાં દિવસે પણ લોકો સગા સંબંધીના ઘરે શુભકામના પાઠવવા જાય છે. જેનું સ્વાગત મીઠું મોઢું કરવામાં આવે છે, સાથે સાથે જીવનમાં પણ એવી જ મીઠાશ બરકરાર રહે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

   લાભનો અર્થ ખુબ સારું એવો થાય છે. અને એટલે જ લાભ પાંચમનાં દિવસે લોકો સારા કર્યો , સારા સંકલ્પો, સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. જે જીવન અને સંબંધ માટે ખુબ લાભદાયી રહે છે. આ ઉપરાંત સાધુ સંતોનું માનવું છે કે સૌથી ઉત્તમ લાભ એ છે કે તમે સારા માણસ બનો. જેનાથી તમને ખરા અર્થમાં ઈશ્વર પ્રાપ્તિ થસે, અને એટલે જ કેહવાય છે કે જેણે પોતાના દિલમાં ભગવાનને વસાવ્યા છે તે જ ખરા અર્થમાં લાભકારક જીવન જીતનારો છે. અંતરનો ઉજાશ એ જ દિવાળી છે. આ એ પર્વ છે જ્યારે તમે તમારા દોષ, ખોટી આદતો, અવગુણો અને અંતર માં છવાયેલાં અંધકારને દૂર કરી નવા ઉજાશ તરફ આગળ વધો અને ભગવાન તમારી સાથેજ છે.

    ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં લાભપાંચમનો મહોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ટાવરમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. સ્વર્ણિમ રથમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને બિરાજમાન કરી અને તેઓશ્રીની સમીપમાં  પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ  બિરાજમાન થયા હતા. સમૈયાના યજમાન શ્રી તથા મુંબઈના સુપ્રસિદ્ધ ડોક્ટર પાંડેએ રથને ખેંચવાનો અણમોલો લ્હાવો લીધો હતો. આ અવસરે વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ, ઇન્ડિયાએ કર્ણપ્રિય સુમધુર સૂરાવલીઓ રેલાવી હતી. અને દેશ-પરદેશના હરિભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા.    

  શોભાયાત્રા શ્રી મુક્તજીવન ઓડિટોરિયમમાં પૂર્ણ થયા બાદ સભામાં ગોઠવાઇ હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ તથા જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી વાતોની સમૂહ પારાયણની પૂર્ણાહુતિ બાદ પરમ પૂજ્ય  આચાર્ય સ્વામીજી મહારાજ તથા જીવનપ્રાણ સ્વામીબાપાના આશીર્વાદનું રસપાન સૌ કર્યુ હતું. લાભપાંચમના સામૈયામાં ઉપસ્થિત રહીને સૌકોઈ કૃતકૃત્ય બન્યા હતા

(7:57 pm IST)