Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ખંભાત તાલુકાના કાણીસા ગામે ભૂખ્યા હવસખોરે 8 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી હવસનો શિકાર બનાવી: બળાત્કાર ગુજારી ગળું દબાવી હત્યા કરી દેતા ચકચાર: હત્યારાની ધરપકડ કરી રિમાન્ડ હાથ ધરાયા

ખંભાત: તાલુકાના કાણીસા ગામે બેસતા વર્ષના દિવસે વાસના ભુખ્યા એક વરૂએ પોણા આઠ વર્ષની બાળાને લલચાવીને સીમ વિસ્તારમાં લઈ જઈને તેણી ઉપર બળાત્કાર ગુજારી ગળુ દબાવીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે બે દિવસના રીમાન્ડ પર મેળવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ૨૮મી તારીખને નવા વર્ષના રોજ વર્ષ ૧૦ મહિના અને દિવસની ઉંમર ધરાવતી એક બાળા પોતાના ફળિયામાં રમતી હતી ત્યારે બપોરના સુમારે નજીકમાં રહેતો ૨૪ વર્ષીય શખ્સ દડો ઉર્ફે અર્જુનભાઈ અંબાલાલ ગોહેલ આવી ચઢ્યો હતો અને બાળાને પટાવી ફોસલાવીન પોતાની સાથે લઈ ગયો હતો અને સીમ વિસ્તારમાં આવેલા કામનાથ મંદિર પાસે લઈ જઈને ત્યાં તેણી સાથે જબરજસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઈને બાળાનો ગુપ્ત ભાગ ફાટી ગયો હતો અને લોહીલુહાણ થઈ જવા પામી હતી. ત્યારબાદ નરાધમે પોતાનું પાપ બહાર ના આવે તે માટે ગળુ દબાવીને તેણીની હત્યા કરી નાંખી હતી અને લાશને નજીકમાં આવેલા કાંસના પાણીમાં નાંખીને ફરાર થઈ ગયો હતો.

(5:43 pm IST)