Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ખેડા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 28 શકુનિઓની ધરપકડ: 62 હજારનો મુદામાલ જપ્ત

ખેડા: જિલ્લામાં જુદા જુદા સ્થળોએ જુગાર રમાતા સ્થળો પરના દરોડામાં ૬ર હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે જુગાર રમતા ર૮ શખ્સોની અટકાયત કરીને જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે.

કપડવંજના આદમપુરા વિસ્તારમાં આવેલ કેજીએન પાર્ક સોસાયટીમાં રહેતાં ગુલહસન શમાના મકાન આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતાં હોવાની માહિતી કપડવંજ ટાઉન પોલીસને મળતા ગત મોડીરાત્રે દરોડો પાડયો હતો. જેમાં તીનપત્તીનો જુગાર રમતાં સોહેબમહંમદ ઉર્ફે જોન્ટી મલેક, કાદરભાઈ ભઠીયારા, અતીકભાઈ મન્સુરી, સોહેબભાઈ શેખ, ઈલીયાસભાઈ શેખ, ઈરફાન શેખ, મુનાફશા દિવાન, પંકજભાઈ જોષી, યુસુફઅલી સૈયદ, ઈમરાનભાઈ દિવાન, વસીમ શેખ, ઈરફાનઅલી સૈયદ, ફારૂકભાઈ કુરેશી, મોઈનભાઈ સલીમભાઈ અને ચેતનભાઈ સોનીને ઝડપી પાડ્યા હતા. તેઓની અંગજડતીમાંથી રૂ.૪૫,૩૮૦, દાવ પરથી રૂ.૬૩૪૦ તેમજ ૧૨ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. હજાર મળી કુલ રૂ.૬૦,૭૨૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:42 pm IST)