Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ખેડા જિલ્લામાં સર્જાયેલ જુદા-જુદા બે ગમખ્વાર અકસ્માતમાં એકનું કમકમાટીભર્યું મોત: 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં નડિયાદ, વડથલ, ચકલાસી તેમજ મોકમપુરા પાટીયા નજીક બનેલા અકસ્માતના જુદા-જુદા ચાર બનાવોમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે આઠ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ફરીયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કઠલાલમાં રહેતાં માહીરયુસેન મહંમદભાઈ ચૌહાણ તેમના મિત્ર મહંમદસાહિલ ઈનાયતહુસેન અને તોહીતખાન મહંમદરફીક પઠાણ સાથે ગત મંગળવારના રોજ મહુધા ખાતે પિક્ચર જોવા ગયાં હતાં. પિક્ચર જોયા બાદ ત્રણેય મિત્રો બાઈક નં. જીજે- ૨૩, એએમ-૬૨૯૪ પર સવાર થઈ મહુધાથી પરત કઠલાલ જઈ રહ્યાં હતાં. દરમિયાન તેઓ મહુધા તાલુકાના વડથલ બસસ્ટેન્ડથી પસાર થતાં હતાં ત્યારે પુરપાટ ઝડપે પસાર થતી એક સીએનજી રીક્ષા નં.-જીજે-૦૭, યુ-૧૨૬૫ના ચાલકે માહિરહુસેનના બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર ત્રણેય મિત્રો ફંગોળાઈ રોડ પર પટકાતા ત્રણેયને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી.

(5:41 pm IST)