Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મોડાસા: શામળાજીમાં મંગલકારી પ્રારંભ પર્વની સમગ્ર જિલ્લામાં અસર જોવા મળી: મંદિરોમાં હજારો ભક્તજનોનું ઘોડાપુર જોવા મળ્યું

મોડાસા:વિક્રમ સંંવત 2076 ના મંગલકારી પ્રારંભ પર્વની સમગ્ર જિલ્લામાં શ્રધ્ધા-ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.નૂતનવર્ષની સવારે જિલ્લાવાસીઓએ એકબીજાને ભેટી નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા.જયારે પર્વે પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી સહિતના મંદિરોમાં ગોવર્ધન પૂજા સહિત અન્નકૂટ યોજાતાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જામી હતી.

 દિપાવલીની જિલ્લાભરમાં ભારે ઉમંગભેર ઉજવણી બાદ સોમવારની સવારથી આરંભાતા વિક્રમ સંવત 2076ના નૂતન વર્ષને જિલ્લાવાસીઓએ આવકાર્યું હતું.અને નવા વર્ષના પ્રારંભે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. નૂતન વર્ષના મહિમાવંતા પર્વે પંથકના મંદિરોમા,આશ્રમોમાં ભકતોની ભીડ ઉમટી હતી. મોડાસાના ગોકુલનાથજી મંદિર સહિતના વૈષ્ણવ મંદિરોમાં ગોવર્ધન પૂજા વિધીવત રીતે હાથ ધરાઈ હતી.જયારે જુદાજુદા મંદિરોમાં જાતજાત ના વ્યજંનોનો અન્નકૂટ ધરાવાયો હતો.જિલ્લાવાસીઓએ નૂતનવર્ષ પ્રારંભનું પર્વ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવ્યું હતું.કારતક સુદ-બીજના રોજ ભાઈબીજનું પર્વ પરંપરાગત રીતે ઉજવ્યું હતું.જોકે ભાઈબીજ પર્વે જિલ્લામાં વરસેલા વરસાદને લઈ ઉજવણીનો ઉમંગ અવરોધાયો હતો.આમ,જિલ્લામાં નૂતનવર્ષ અને ભાઈબીજનું પર્વ પરંપરાગત રીતે શ્રધ્ધા-ઉમંગભેર ઉજવાયું હતું.

(5:36 pm IST)