Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

વડોદરા: જુદા-જુદા બે વિસ્તારમાં ફટાકડા ફોડવાથી આગ ભભુકતા અફડાતફડી: ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

વડોદરા:શહેરમાં કારમાં આગ લાગવાના જુદા જુદા બે બનાવ  બન્યા હતા.જ્યારે, કારેલીબાગની વાડીમાં ફટાકડાના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,રાવપુરા નવાબના વાડા પાસે તા.૨૮મીએ રાતે ફટાકડાના કારણે એક કારમાં આગ લાગી હતી.ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં મોટાભાગની કાર આગમાં લપેટાઇ ચૂકી હતી.અન્ય એક બનાવમાં સુરતના વિષ્ણુભાઇ પટેલ કારમાં વિસનગર જતા હતા ત્યારે વડોદરા નજીક હાઇવે ઉપર કારમાં આગ લાગતાં તેમનો બચાવ થયો હતો.

(5:32 pm IST)