Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

વડોદરાના દરજીપુરા ખાતે આરટીઓમાં લર્નિંગ લાયસન્સ આપવા માટે આવેલ લોકોનો ધકો અસફળ રહ્યો: રજા હોવાથી લોકોને પરત ફરવાની નોબત આવી

વડોદરા: શહેરના દરજીપુરા ખાતે આવેલી આરટીઓ કચેરીમાં લર્નિંગ લાઈસન્સનો ટેસ્ટ આપવા માટે આવેલા લોકોને બુધવારે રજા હોવાથી ટેસ્ટ આપ્યા વગર પાછા જવાનો વારો આવ્યો હતો.લોકોએ મુદ્દે ભારે હોબાળો પણ મચાવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે લર્નિંગ લાઈસન્સ માટે ઓનલાઈન ટેસ્ટ આપવા અગાઉથી ઓનલાઈન એપોઈમેન્ટ લેવાની હોય છે.બુધવારે આરટીઓમાં બીજી સરકારી કચેરીઓની જેમ રજા જાહેર કરવામાં આવી હતી.બીજી તરફ દિવસે ટેસ્ટ આપવા માટે લોકો અગાઉથી એપોઈન્ટમેન્ટ લઈ ચુક્યા હતા.જેના પગલે ૩૦૦ જેટલા લોકો આરટીઓ ખાતે પહોંચ્યા ત્યારે રજા હોવાના કારણે ટેસ્ટ નહી લેવાય તેવુ ખબર પડયા બાદ તેમણે હોબાળો મચાવ્યો હતો.

(5:32 pm IST)