Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સુરતમાં મહા વાવાઝોડાની અસરઃ વાદળછાંયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ

સુરત: ગુજરાતમાં હજી પણ ક્યાર વાવાઝોડાની અસર દૂર થઇ નથી ત્યારે વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે આવતું નજરે ચડી રહ્યુ છે. અરબી સમુદ્રમાં મહા નામનું વાવાઝોડું સક્રિય થયું છે. ત્યારે આ વાવાઝોડાની અસર સુરતમાં જોવા મળી રહ્યી છે. મહા વાવાઝોડાને લઇને શહેરના આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં બે ચક્રવાત તોફાન સાથે ચાલી રહ્યાં છે. જો કે, ક્યાર વાવાઝોડાની અસર સોમવારે અને મંગળવારે સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી. તો બુધવારે આ ક્યાર વાવાઝોડું નબળું પડતા ઓમાન તરફ ફંટાયું હતું. જો કે, હજી તો ક્યાર વાવાઝોડાની અસર પણ દૂર થઇ નથી ત્યાં તો મહા નામનું વધુ એક વાવાઝોડું સામે આવ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાકમાં લક્ષ્યદ્વીપ પરથી પસાર થયા તેવી શક્યતાઓ છે.

તેને લઇને હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ 80થી 90 કિલોમીટરની સ્પિડે પવન ફૂંકાઇ રહ્યો છે. તો બીજી તરફ માછીમોરોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. મહા વાવાઝોડાને લઇને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરતમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે

મહા વાવાઝોડાને લઇને શહેરના આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડું આગામી 24 કલાકમાં લક્ષદ્વીપથી પસાર થશે. ત્યારબાદ તેની તીવ્રતા વધી જશે અને લક્ષદ્વીપની આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી છે

(4:44 pm IST)