Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આઈ.એ.એસ. અધિકારીઓ લલિત પાડલિયા અને સુધીર પટેલ નિવૃત

ગાર્ગી જૈનને ખેડા કલેકટરનો ચાર્જ

રાજકોટ, તા. ૧ :. રાજ્યના આઈ.એ.એસ. કેડરના બે અધિકારીઓ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેમના વધારાના હવાલા અંગે સરકારે હુકમ કર્યા છે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર એલ.પી. પાડલિયા નિવૃત થતા તેનો ચાર્જ સર્વશિક્ષા અભિયાનના નિયામક શ્રીમતી પી. ભારથીને સોંપાયો છે. ખેડા કલેકટર સુધીર પટેલની નિવૃતિ થતા ત્યાંના કલેકટરનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગી જૈનને અપાયો છે. નવા કલેકટરની નિમણૂક ટૂંક સમયમાં જ થશે.

(4:04 pm IST)