Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

વાવાઝોડુ 'મહા' તા.૫ના ગુજરાત બાજુ ટર્ન મારશે : ૭મી સુધી વરસાદી માહોલ

રાજકોટ, તા. ૧ : વેધરએનાલીસ્ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે હાલમાં 'મહા' નામનું તીવ્ર વાવાઝોડાનું લોકેશન ૧૫.૯ નોર્થ ૭૦.૯ ઈસ્ટ જે દક્ષિણ કોંકણના દરિયાકિનારાથી ૨૫૦ કિ.મી. પશ્ચિમે તેમજ વેરાવળથી મુખ્યત્વે ૫૫૦ કિ.મી. દક્ષિણે છે. આ સિસ્ટમ્સ હજુ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. ત્યારબાદ તા.૫ નવેમ્બર સુધી પશ્ચિમ ઉત્તર તરફ ગતિ કરશે. પરંતુ તા.૫ બાદ ગુજરાત તરફ ટર્ન મારી શકે જેથી તા.૭ સુધી સાવચેત રહેવુ. હાલમાં પવન ૧૦૦થી ૧૧૦ કિ.મી., ઝાટકાના ૧૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. વિગતવાર અપડેટ આવતીકાલે આપશે.

(2:59 pm IST)