Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સાબરકાંઠા જિલ્લામાં 21000 ખેડૂતોએ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું : વેચવા માત્ર ત્રણ ખેડૂતો જ હજાર !!

ટેકાના ભાવે મગફળીનાં વેચાણમાં ખેડૂતોએ ઉદાસીનતા બતાવી

સાબરકાંઠા જીલ્લા સહીત ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જો કે સાબરકાંઠા જીલ્લામાં ટેકાના ભાવે મગફળીનાં વેચાણમાં ખેડૂતોએ ઉદાસીનતા બતાવી છે. હિમતનગર સહીત સાબરકાંઠા જીલ્લામાં ૨૧૦૦૦ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું.છે 

આજે પહેલા દિવસે હિમતનગર ખાતે ૨૫ ખેડૂતોને મેસેજ મોકલવામાં આવેલા. જેમાંથી માત્ર ૩ ખેડૂતો જ મગફળી વેચવા માટે હાજર રહેલા હતા જયારે  જીલ્લામાં માત્ર ૭ જેટલા ખેડૂતો જ ટેકાના ભાવે મગફળી વેચવાની તૈયારી બતાવી હતી

 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાનો ભાવ ૧૦૨૦ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે મગફળીનું વિપુલ ઉત્પાદન થતા માર્કેટમાં વેપારીઓ આ મગફળી ૧૧૦૦થી ૧૨૦૦નાં ભાવે ખરીદી રહ્યા છે. એક તરફ સારી ગુણવત્તાની મગફળીના ભાવ વેપારીઓ સારા આપી રહ્યા છે. ત્યારે ખેડૂતો ૧૦૨૦ જેટલા ઓછા ભાવે સરકારને મગફળીને વેચવા તૈયાર નથી.

(1:44 pm IST)