Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં યુવતીનું મોપેડ ડિટેઇન: ચાર હજારનો મેમો ફટકારતા રડવા લાગી

અલગ અલગ કલમોનો ઉમેરો કરી ચાર હજારનો મેમો યુવતી પાસેથી વસુલ્યો

સુરત : મોટર વ્હીકલ એકટના નવા નિયમોનું અમલીકરણ થઇ રહ્યું છે ત્યારે ઠેર ઠેર લોકો નિયમનું ઉલ્લંઘન કરી રહી છે. અને દંડમાંથી છટકવા માટે અનેક લોકો દાદાગીરી પર ઉતરી આવ્યા છે. ત્યારે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં હેલ્મેટ, યૂસી,લાયસન્સ,આરસીબુક,તેમજ એચએસઆરપી નંબર પ્લેટ વગર વાહન હંકારતી યુવતીની મોપેડ પોલીસે ડિટેઇન કરી છે. 

   વાહનનો મેમો આપી રહેલા પોલીસને ખોટો મોબાઈલ નંબર આપી યુવતીએ પોલીસને ગેરમાર્ગે દોરી હતી. અને યુવતીની માતાએ મીડિયા સાથે દાદાગીરી કરી હતી. તેમજ દંડ ના ભરવો પડે તે માટે યુવતીએ રોવાના નાટક શરૂ કર્યા હતા. પોલીસે મોટર વ્હીકલ એકટના નવા નિયમ પ્રમાણે અલગ અલગ કલમોનો ઉમેરો કરી આશરે ચાર હજારનો મેમો યુવતી પાસેથી વસુલવામાં આવ્યો હતો

(12:36 pm IST)