Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

નર્મદામાં ભારે પવન સાથે વરસાદ:સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તાઓમાં લગાડેલા બેનરો ઉડ્યા

કપાસ, ડાંગર, મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકસાન

 

નર્મદા જિલ્લામાં સતત 3 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ પર લગાવવામાં આવેલા બેનરો ઉડી ગયા હતા.

  સતત વરસાદને પગલે કપાસ, ડાંગર, મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. તો ક્યાર વાવાઝોડા અને હવે મહાવાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં 4 કે 5 તારીખ સુધી વરસાદી કહેર જોવા મળશે.

(12:27 am IST)