Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

રાજપારડીના સારસા ડુંગર નજીક પ્રેમ લગ્નનો ખાર રાખીને દંપતી પર જીવલેણ હુમલો : યુવતીનું મોત: યુવકને ગંભીર

બાઈક સવાર દંપતીને ગાડીની ટક્કર મારી બાદમાં બંને પર લોખંડના પાઇપથી હુમલો : શિક્ષિકા યુવતીનું ઘટના સ્થળે મોત : લેબ ટેક્નિશયન યુવક ગંભીર

 

ભરૂચ : રાજપારડીના સારસા ડુંગર નજીક પ્રેમ લગ્નનો ખાર રાખીને દંપતી પર જીવલેણ હુમલો કરાયો હતો જેમાં યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. મુદ્દે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજપારડી નજીક હિંગોળીયા ગામે રહેતા અને લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા હેમંત નરપતભાઇ વસાવા (25) એક યુવતી સાથે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા દંપત્તી સારસાના ડુંગર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. સારસા ડુંગર નજીક બાઇક પર આવી રહેલા દંપત્તીને ગાડીએ ટક્કર મારી હતી. ત્યાર બાદ બંન્ને પર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પતિ હેમત વસાવાને ગંભીર હાલતમાં સારવાર માટે લઇ જવાયો હતો. ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતક યુવતી જંબુસર ખાટે ટૂંડજ પ્રાથમીક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. અને એક વર્ષ અગાઉ હેમંત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હાલ તો હુમલો કયા કારણથી કરવામાં આવ્યો અને કોના દ્વારા કરવામાં આવ્યો તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

(10:25 pm IST)