Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

કપડવંજ: આંતરોલીની સગીરાને ગાડીમાં લઈજઈ નરાધમે દુષ્કર્મ આચર્યું: શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો

કપડવંજ:તાલુકાના આંતરોલીની સગીરાને ગાડીમાં ભગાડીને લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના કેસમાં એકની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના આંતરોલીમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને ગામમાં રહેતો બળવંતભાઈ દિલીપભાઈ રાઠોડ ફોસલાવી પટાવી ઈકો ગાડીમાં ભગાડીને લઈ ગયો હતો. બાદમાં પંદર વર્ષની સગીરાને એક ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.
આ બનાવની જાણ સગીરાએ તેની માતાને કરતા આ અંગે આંતરસુંબા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈ આંતરસુબા પોલીસે આરોપી બળવંતભાઈ દિલીપભાઈ રાઠોડ (ઉંમર ૨૧ વર્ષ)ની ધરપકડ કરી હતી. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતાં જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે સગીરાને ગાડીમાં લઈ જવામાં મદદગારી કરનાર ઈકો ગાડીનો ચાલક ફરાર હોઈ તેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(4:39 pm IST)