Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી કાલે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે વિજયભાઈ રૂપાણી અને અધિકારીઓ સાથે જોડાશે

ગાંધીનગર ::ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી આવતી કાલ 2 નવેમ્બર  શુક્રવારે સવારેે  કેવડિયા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત માટે ગુજરાત ના પ્રવાસે આવશે. 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી તેમની સાથે આ મુલાકાત માં રાજ્ય સરકાર ના વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિશ્વ ની આ સૌથી ઊંચી પ્રતિમા નો ગઈકાલે લોકાર્પણ કર્યા બાદ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી દેશ ના પ્રથમ મુખ્યમંત્રી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે આવી રહ્યા છે. 

તેમની સાથે ઉત્તર પ્રદેશ ના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ આ સમગ્ર પરિસર ની મુલાકાત માં જોડાવાના છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ને લખનૌ જઈને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત માટે આપેલા નિમંત્રણ નો સ્વીકાર કરીને તેઓએ  સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આ મુલાકાત નું આયોજન કર્યું છે.

(3:56 pm IST)