Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં ન્હાવા પડેલા 4 યુવકોના ડૂબી જવાથી મોત: પંથકમાં શોકનો માહોલ

ચારેય યુવકો શિલાદ્રી ગામના રહેવાસી હોવાનું સામે આવતા આખું ગામ હિબકે ચડ્યું

અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં ન્હાવા પડેલા 4 યુવકોના ડૂબી જવાથી મોત થયા છે.  આ દુર્ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. બુઢેલી નદીમાં ન્હાવા જતી વખતે કરુણ  ઘટના બની હોવાનું સામે આવ્યું છે.  શિલાદ્રી ગામે એક સાથે ચાર યુવકો નહાવા પડ્યા હતા. આ દરમિયાન ઉંડા પાણીમાં ચારેય મિત્રો ગરકાવ થઈ ગયા હતા. જેને લઈને ચારેય એક સાથે મોતને ભેટ્યા હતા.  આ અંગે સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ  કરવામાં આવી હતી. આ ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફ  ઘટનાસ્થળે પહોંચ્યો હતો.  ભારે શોધખોળ બાદ ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામ આવ્યાં છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચારેય યુવકો શિલાદ્રી ગામના રહેવાસી હોવાનું સામે આવતા આખું ગામ હિબકે ચડ્યું છે. અસારી પ્રિતેશ પોપટભાઈ, અસારી રામેશ્વર અશોકભાઈ અને અસારી દિલખુશ વિપુલભાઈ તથા બાંગા કલ્પેશ અર્જુનભાઈના મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. 

(8:34 pm IST)