Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગરબા ગ્રાઉન્ડમાં ફોટા પાડવા મુદ્દે મારામારી થતા બે યુવકો ઈજાગ્રસ્ત

વડોદરા,:માંજલપુરના એક ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમતા યુવકોના ફોટા પાડવાના મુદ્દે મારામારી થઇ હતી.જેમાં બે યુવકોને ઇજા  પહોંચી હતી.જે અંગે  ઇજાગ્રસ્ત યુવકે ચાર હુમલાખોર સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તરસાલી નોવિનો રોડ પર ભક્તિ સાગર સોસાયટીમાં રહેતો ધુ્રવ હર્ષદભાઇ પારેખ એમ.એસ.યુનિવર્સિટીમાં એસ. વાય.બી.કોમ.માં અભ્યાસ કરે છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે મારા ભાઇ ક્રિશના મિત્ર હેત જોશીનો ફોન આવ્યો હતો.તેણે મને  કહ્યું હતું કે, ગરબા ગ્રાઉન્ડ ખાતે તારા  ભાઇને  કેટલાક છોકરાઓ મારે છે.જેથી, હું ત્યાં ગયો હતો.મારા ભાઇને મળતા તેણે મને કહ્યું હતું કે,હું તથા મારો મિત્ર લક્ષ બડગુજર અલૈયા બલૈયા ગરબા ગ્રાઉન્ડમાં રાતે સવા દશ વાગ્યે મિત્રોના ફોટા  પાડતા હતા.જેમાં યુવરાજ શિંદે (રહે.હરિધામ ફ્લેટ, માંજલપુર ) તથા તેના મિત્રો ધુ્રવ રાજપૂત, ભૂમિલ મરાઠી તથા હાર્દિક ગોસ્વામીએ ઝઘડો કર્યો હતો.તેઓએ મારા ભાઇ ક્રિશને માર માર્યો હતો.લક્ષ તેને છોડાવવા પડતા આરોપીઓએ લાકડા વડે તેના પર હુમલો કરી ઇજા  પહોંચાડી હતી.દરમિયાન લોકોનું ટોળું ભેગું થઇ જતા કોઇએ પોલીસને કોલ કરતા આરોપીઓ ભાગી ગયા હતા.માંજલપુર પોલીસે ચારેય હુમલાખોર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:58 pm IST)