Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સુરતમાં ઇન્સટ્રાગ્રામ પર રોકાણની જાહેરાત પર ભારે વળતર મેળવવું મહિલાને ભારે પડ્યું:22 હજાર ગુમાવવાની નોબત આવી

સુરત: ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ રોકાણની સામે ટૂંકા ગાળામાં ભારે વળતર મેળવવાની લાલચમાં અડાજણની મહિલાએ રૂ.56,800 ગુમાવવાનો વારો આવ્યો છે.મહિલાએ ટ્રેડ માસ્ટર એપમાં રૂ.10 હજાર રોકતા એપના સંચાલકે વિડીયો કોલ કરી પ્લેટીનમ વાઉચરના રૂ.22,440 ભરાવી તેની સામે રૂ.1.74 લાખનો પ્રોફિટ આપવાની વાત કરી હતી.ત્યાર બાદ પ્રોફીટ ઉપર 14% ટેક્ષ ગણી રૂ.24,360 ભરાવી અડધા કલાકમાં પ્રોફીટ જમા થશે તેમ કહ્યું હતું પણ કોઈ પૈસા જમા થયા નહોતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ પાલનપુર જકાતનાકા પંકજનગરની સામે મહાદેવ એપાર્ટમેન્ટ એ/302 માં રહેતા અને કોટક બેંકમાં નોકરી કરતા નિકુંજભાઇ ભુપેંદ્રભાઇ સુખડીયાના પત્ની તૃપ્તીબેન ( ઉ.વ.23 ) ગત 1 ફેબ્રુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામાં સ્ટોરી જોતા હતા ત્યારે એક આઈડીમાં સ્ટોરી અપલોડ થઈ હતી.તેમાં પૈસા રોકવા માટે એક લીંક "infinity_to_ make_profit" (TRADE MASTER) હતી અને વિડીયો અપલોડ કર્યો હતો.તૃપ્તીબેને લીંક ખોલી જોતા તેમાં રીવ્યુ સારા હોય રોકાણ કરવાનું વિચારી મેસેજમાં વાત કરતા તેમને રોકાણ કરવા ક્યુઆર કોડ મોકલ્યો હતો.તૃપ્તીબેને ક્યુઆર કોડ સ્કેન કરી એપમાં રૂ.10 હજાર રોક્યા હતા.

(4:58 pm IST)