Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ગુજરાત મચ્છી નિકાસમાં ૩૫%નો ઘટાડો વિવિધ પ્રકારના પ્રતિબંધો અને મંદી કારણભૂત

ચીનમાં ૪૦ ટકા નિકાસ થતી હતીઃ કોરોના પછી પ્રતિબંધ નથી ઉઠયોઃ યુરોપની મંદી - ફુગાવો પણ નડયો

અમદાવાદ, તા.૧: માછીમારીની સીઝન શરૃ થવાની તૈયારી છે ત્યારે યુરોપ અને અમેરિકામાં બેરોજગારી, ડોલર સામે યુરો નીચો જવો જેવા કારણોસર ગુજરાતની સી ફુડ નિકાસ લગભગ ૩૦ થી ૩૫ ટકા જેટલી ઓછી થઇ છે.

યુરોપીયન દેશોમાં લોકોની ઘટી રહેલી ખરીદ શકિત આનું મુખ્ય કારણ હોવાનુ સી ફુડ નિકાસકારોનું કહેવુ છે. યુરોની કિંમતો ઘટવી, ઘરના સરેરાશ વીજ બીલમાં ૫ થી ૭ ગણો વધારો જેવા અન્ય આર્થિક કારણો પણ ભારતીય નિકાસકારોના ધંધાને અસર કરી રહ્યા છે.કેટલ ફીશ, પોમ્ફ્રેટ, લોબસ્ટર્સ અને જમ્બો શ્રીમ્પસ જેવી કિંમતની માછલીઓ યુરોપીયન બજારમાં જતી હોય છે પણ સી ફુડના વધી રહેલા ભાવોએ યુરોપીયનો પ્રોટીનના અન્ય સ્ત્રોતો તરફ વળવા માટે મજબૂર કરી દીધા છે. યુરોપમાં માછલીની ભાવ ૧૨ યુરો પ્રતિ કીલો જેટલો છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.ગુજરાતનું સી ફુડ નિકાસ બજાર ચીન યુરોપ અને અમેરિકા પર આધાર રાખે છે. ચીનમાં લગભગ ૪૦ ટકા અને યુરોપમાં ૩૦ સી ફુડની નિકાસ થાય છે. ચીનમાં નિકાસના કોરોના પહેલાના સ્તરે પહોંચવાથી ગુજરાતના નિકાસકારો હજુ ઘણા દૂર છે. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં ૧૦૦ થી પણ વધારે ફીશ પ્રોસેસીંગ યુનિટો છે જે વાર્ષિક ૫૦૦૦ કરોડ રૃપિયાની નિકાસ કરે છે.સી ફુડ એક્ષપોર્ટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ જગદીશ ફોફંડીએ કહ્યું, વિશ્વમાં મંદીની અસર યુરોપથી શરૃ થઇ છે. રશીયા અને યુક્રેનના યુધ્ધના કારણે ઇંધણના અને વીજળીના ભાવોના વધારાના કારણે મોંઘવારી વધી છે. અમને ભય છે કે આ બધુ છેલ્લા કેટલાક વર્ષોમાં નિકાસમાં થયેલ વિકાસને ધોઇ નાખશે.'

અમેરિકામાં પણ મોંઘવારી, બેરોજગારી અને અન્ય વ્યાપારિક કારણોસર નિકાસ ઘટી છે. આ ઉપરાંત અમેરિકા, વ્યાપારિક સમજૂતિ અને શીપીંગ ચાર્જ ઓછો હોવાથી સી-ફુડની આયાત ઇકવાડોર અને વિયેટનામથી વધારે કરે છે.

(3:21 pm IST)