Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વિપુલ ચૌધરીની જમીન અરજી ફગાવાઈ :સાક્ષીઓ તોડવાનો ભય હોવાની દલીલ સેસન્સ કોર્ટે માન્ય રાખી

વિપુલ ચૌધરી તરફથી ગુનામાં ખોટી સંડોવણી હોવાની દલીલ કરાઈ

અમદાવાદ :રાજયના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાલ ભ્રષ્ટાચાર કેસમાં કસ્ટડીમાં છે ત્યારે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવીને સેશન્સ કોર્ટ મોટો ઝટકો આપ્યો છે.

સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી સરકારી વકીલની દલીલના આધારે ફગાવી હતી. ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા આર્થિક ગુનો હોવાને કારણે સાક્ષીઓ તોડવાનો ભય હોવાની દલીલ કરવામાં આવી હતી. જેને કોર્ટે માન્ય રાખીને વિપુલ ચૌધરીની જામીન અરજી  ફગાવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીના વકીલ દ્વારા ગુનામાં ખોટી સંડોવણી હોવાની દલીલ કરવામાં આવી હતી.

(10:36 pm IST)