Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભાજપ પ્રદેશ મહિલા મોરચાણ પ્રમુખે કહ્યું હાથરસની પીડિતાને ઝડપથી ન્યાય મળશે

સીએમએ ઝડપથી ન્યાયની પ્રક્રિયા અપનાવી છે

અમદાવાદ :ઉત્તરપ્રદેશના હાથરસ ખાતે કેટલાક અસામાજિક તત્ત્વોએ એક યુવતી પર બેરહેમ રીતે દુષ્કર્મ કરીને તેની જીભ કાપી નાખી અને કમરના ભાગે ફટકા મારીને કમર તોડી નાખી હતી. તે યુવતીએ તાજેતરમાં જ હોસ્પિટલમાં પોતાનો દમ તોડયો છે. ત્યારે સમગ્ર દેશમાં આ ઘટનાને લઇને ગંભીર પડઘા પડી રહ્યાં છે.

  આ ઘટના ઉપર બોલતાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબહેન પંડ્યાએ જણાવ્યું હતું કે, તેઓ આ ઘટનાથી દુઃખી છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર જેવી રીતે ઝડપથી ન્યાયની પ્રક્રિયા અપનાવી રહી છે, ત્યારે આપણે ઝડપી ન્યાયની આશા રાખી શકીએ છીએ. વડાપ્રધાન મોદીએ પણ આવા કિસ્સાઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ત્રણ મહિના ચલાવીને ગુનેગારોને ત્વરિત સજા મળે તેવું આયોજન કર્યું છે.

(12:46 pm IST)