Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સરકાર સિંહની સુરક્ષાને લઈને આળશું :સમયસર નહીં જાગે તો સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની વાતને પ્રોત્સાહન મળશે

શંકરસિંહ વાઘેલા સરકાર પર બેજવાબદારીનો આરોપ લગાવ્યો

 

ગાંધીનગરઃ અમરેલી જિલ્લાની દલખાણીયા રેન્જમાં એક પછી એક 16 સિંહોના મોતને લઈને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકર સિંહ વાઘેલાએ સરકાર પર હુમલો કર્યો હતો. સિંહોના મોતને લઈને બાપુએ સરકાર પર બેજવાબદારીનો આરોપ લગાવતા કહ્યું કે, સરકાર બેદરકારી દાખવશે તો સિંહના મોત થતા રહેશે, સરકાર સિંહની સુરક્ષાને લઈને આળશું બની છે. જો સરકાર સમયસર નહીં જાગે તો સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની વાતને પ્રોત્સાહન મળશે

  શંકરસિંહે ગુજરાતની અન્ય સ્થિતિને લઈને પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. બાપુએ ખેડૂતોની પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રૂપાણીની યોજનાને આડે હાથ લેતા પ્રહાર કર્યા હતા

(11:27 pm IST)