Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

હવે રેડબુલ રિવર રનને લઇ શહેરમાં કવોલિફાય રાઉન્ડ

૭મીએ ક્વાલિફાઇડ રાઉન્ડનું આયોજન કરાયું: રૂઢિગત પ્રકારની ભારતની સૌપ્રથમ ઇસ્પોર્ટસ ટૂર્નામેન્ટ

અમદાવાદ,તા.૧: ભારતીયોને તા.૧ સપ્ટેમ્બરથી ૨૪ નવેમ્બર સુધી રેડબુલ આર૧વી૧આર રન્સની સાથે આંતરરાષ્ટ્રીય ઇસ્પોર્ટસ સીન પર પોતાની હાજરી દર્શાવવાની તક મળશે. અમદાવાદમાં તા.૭મી ઓકટોબરના રોજ મણિનગર વિસ્તારમાં સર્કલ ગેમીંગ કાફે ખાતે કવોલિફાયર રાઉન્ડ યોજાશે.  આ ટૂર્નામેન્ટ લોકપ્રિય ડોટા-૨ રમતનુ મોડીફિકેશન એવી ગેઇમ મેપ પર રમાશે, જે સામાન્ય રીતે હોય છે તેમ એક તરફે પાંચની ટીમને બદલે એક વિરુધ્ધ એકના સ્વરૂપમાં રહેશે. દેશના ૧૪ શહેરો જેમ કે મુંબઇ, પૂણે, બેંગાલુરુ, હૈદરાબાદ, જયપુર, દહેરાદૂન, નાસિક, અમદાવાદ, ઇન્દોર, ચેન્નઇ અને વધુમાંથી ઓનલાઇન ક્વોલિફાયર્સ તા.૭ સપ્ટેમ્બરથી ૯ નવેમ્બર સુધીમાં અને ઓફલાઇન ક્વોલિફાયર્સ તા.૧ સપ્ટેમ્બરથી ૧૪ ઓક્ટોબરમાં સુધીમાં સ્થાન લેશે. શહેર, સ્થળ અને તારીખની વિગતો રિવરરન્સ.રેડબુલ.કોમ/ઓફલાઇન-કવોલિફાયર પર ઉપલબ્ધ છે. ઓનલાઇન અને ઓફલાઇન ક્વોલિફાયર્સના વિજેતાઓ વચ્ચે ૨૪ નવેમ્બરે યોજનારી ફિનાલેમાં જંગ ખેલાશે અને ઇએસએલ જેન્ટીંગ ૨૦૧૯ની મુલાકાત લેવાની તક પ્રાપ્ત કરશે. આર૧વી૧આર રન્સ એક આર્કેડ રમત છે જેનું સર્જન ડોટા-૨ના મોડીફિકેશન તરીકે કરવામાં આવ્યું છે, જેને સ્ટીમ વર્કશોપ ખાતે રમી શકાય છે. રેગ્યુલર ડોટા-૨ ગેમ પ્લે અને આર૧વી૧આર રન્સ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે ડોટા-૨ પરંપરાગત રીતે ૫વી૫ સ્વરૂપમાં હોય છે, જ્યારે આર૧વી૧આર રન્સ ૧વી૧ મેચઅપ છે. ૧વી૧ સ્વરૂપમાં ગેમ ફક્ત મિડ લેનમાં રમવામાં આવે છે, જ્યારે અન્ય બે લેનને નિષ્ક્રિય કરવામાં આવે છે. જીતવા માટે ખેલાડીઓએ વિરોધી ટાવરનો વિનાશ કરવો અથવા દુશ્મન હીરોને બે વખત મારવો આવશ્યક છે. અન્ય મોડીફિકેશન એ છે કે આર૧વી૧આર રન્સમાં રહેલા હીરો લેવલ ૬ પર રમતની શરૂઆત કરે છે, જેનો અર્થ એ કે મોટા ભાગના હીરો પાસે રમતની શરાતથી જ ક્ષમતા હશે. લેવલ ૬ સામાન્ય રીતે એવું સ્ટેજ છે જેમાં હીરો તેમની અત્યંત શક્તિશાળી ક્ષમતા કે જે અલ્ટીમેટ તરીકે ઓળખાય છે તેને શોધવામાં સક્ષમ રહે છે. ડોટા-૨માં ટીમના ભાગની વ્યૂહરચનામાં હીરોનો તેના અલ્ટીમેટને પ્રાપ્ત કરવા માટે ઉદભવ થાય છે; જેમાં હીરો તેમના પહેલેથી અસ્તિત્વમાં રહેલા અલ્ટીમેટ સાથે આર૧વી૧આર રન્સની શરૂઆત કરે છે, ૧વી૧ રમતમાં તદ્દન અલગ વ્યૂહરચનાની જરૂર પડશે. તેમના અલ્ટીમેટ સિવાય, રમનારાઓને રમતની શરૂઆતમાં ત્રણ ચીજોની મંજૂરી આપવામાં આવશે. પ્રથમ ચીજ છે બ્લિંક ડેગર, જે હીરોને ચોક્કસ અંતરે મોકલવામાં આવશે. બીજી ચીજ છે બોટલ, જેનો ઉપયોગ ૧૦૦ હેલ્થ અને ૫૦ મણ પ્રત્યેક સમયે મેળવવા માટે કરી શકાય છે. ત્રીજી ચીજ છે ઓબ્ઝર્વર વોર્ડ, જે મુક્યા પછી પાંચ મિનીટ માટે મેપ પર ગમે ત્યાં દ્રષ્ટિ પૂરી પાડે છે.

(10:12 pm IST)