Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જીજ્ઞેશ મેવાણી અને મમતા બેનર્જી વચ્ચે મુલાકાત :લોકસભા ચૂંટણી અંગે ચર્ચા

જાન્યુઆરીમાં યોજાનાર સંભવિત મહાગઠબંધનના મહા સંમેલનમાં હાજરી આપવા મમતાએ આપ્યું આમંત્રણ

 

અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે.તેમણે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલકાત કરી હતીબંન્ને વચ્ચે આગામી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી

 જિગ્નેશ મેવાણીએ પશ્ચિમ બંગાળમાં 27 ટકા જેટલી જનસંખ્યા ધરાવતા દલિત તથા આદિવાસી સમાજના લોકો માટે પણ મમતા બેનર્જી સાથે ચર્ચા કરી હતી. મમતા બેનર્જીએ જિગ્નેશને આગામી જાન્યુઆરી 2019માં યોજનાર સંભવિત મહાગઠબંધનના મહા સંમેલનમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું

   અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં યોજનાર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મહાગઠબંધન બની રહ્યું છે. મમતા બેનર્જીને ગઠબંધનના ચહેરા તરીકે જોવામાં આવે છે. જયારે જીજ્ઞેશ મેવાણી પર વિપક્ષની રાજનીતિ કરે છે

(9:50 pm IST)