Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઢુંઢર ગામ દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર સામે ભારે આક્રોશ : હિંમતનગરનું રાયગઢ સજ્જડ બંધ

હિંમતનગરના રાયગઢ ગામ સહિત સાત જેટલા ગામના લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી.

સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામ ખાતે દોઢ વર્ષની બાળકી પર થયેલા રેપ સામે ભારે રોષની લાગણી ફેલાઈ છે આજે હિંમતનગરનું રાયગઢ ગામ સજ્જડ બંધ રહ્યું હતું ગામના તમામ લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. ગામના તમામ લોકો બંધમાં જોડાયા છે. ગામની મુખ્ય બજારમાં એક પણ દુકાન ખુલી નથી. બંધ પહેલા ગામના લોકોએ રાત્રે કેન્ડલ માર્ચ કાઢી હતી.

    બીજી તરફ ઢુંઢર ગામ ખાતે બાળકી પર થયેલા રેપના મામલે વિરોધ પ્રદર્શન કરતા હિંમતનગરના ગામડી ગામ ખાતે હાઇવે પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. હિંમતનગર-શામળાજી હાઇવે પર અજાણ્યા લોકોએ બળાત્કારની ઘટનાનો વિરોધ કરીને હાઇવે વચ્ચે જ ટાયરો સળગાવ્યા હતા.

   બળાત્કારનો ભોગ બનેલી દોઢ વર્ષની બાળકીની હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બનાવના દિવસે જ મોડી રાત્રે બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. અહીં તાત્કાલિક તેના પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.
   હાલ અમદાવાદ સિવિલ ખાતે સારવાર હેઠળ રહેલી બાળકીની મુલાકાત બાળ આયોગના ચેરમેન લેશે. મુલાકાત દરમિયાન બાળ આયોગ પરિવારને સહાયની પણ જાહેરાત કરશે.

(4:34 pm IST)