Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

નિવૃત અધ્યાપકોને એરીયર્સની રકમતુરત ચુકવી દેવા રાજય સરકારનો હુકમ

અધ્યાપક પેન્શનર્સ સમાજની લડતનો વિજયઃ તુરત કાર્યવાહી થશે

રાજકોટ તા. ૧ :.. ૧-૧-ર૦૦૬ પહેલાં નિવૃત થયેલા અધ્યાપકોને એરીયર્સ ની રકમ તુરત ચુકવી દેવા રાજય સરકારનો હુકમ કર્યા છે. અધ્યાપક પેન્શનર્સ સમાજ રાજકોટના કન્વીનર શ્રી પી. સી. બારોટ જણાવે છે કે સીલેકશન ગ્રેડમાં ત્રણ વર્ષની સેવાઓ આપી ૧-૧-ર૦૦૬ પહેલાં નિવૃત થયેલા અને નામદાર હાઇકોર્ટમાં ન્યાય માટે અરજી કરનાર અધ્યાપકોને તેમના પેન્શનનું પુનઃ નિર્ધારણ કર્યા બાદ ૧-૧-ર૦૦૬ થી પહેલાં નિવૃત થયેલા અને નામદાર હાઇકોર્ટમાં ન્યાય માટે અરજી કરનાર અધ્યાપકોને તેમના પેન્શનનું પુનઃ નિર્ધારણ કર્યા બાદ તા. ૧-૧-ર૦૦૬ થી ચુકવવાની થતી એરીયર્સની રકમ તાકીદે ચૂકવી દેવા રાજય સરકારે જે તે તિજોરી અધિકારીઓને આદેશો આપ્યા છે.

આથી ૧-૧-ર૦૦૬ પહેલાં નિવૃત થયેલા અધ્યાપકોને જણાવવામાં આવે છે કે, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની સુચના મુજબ પરિશિષ્ટ -ર, મુજબના પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત કોલેજના આચાર્યના સહિ-સીકકા કરાવી તે પત્રક પ-૧૦-૧૮ સુધીમાં શિક્ષણ કમી.શ્રીની ઓફીસે પેન્શન વિભાગમાં પહોંચાડવાનું છે.

પરિશિષ્ટ-ર પત્રક ન હોય તો પ્રા. વી. યુ. રાયચુરા અથવા પ્રા. આર. એ. મહેતાનો સંપર્ક કરવાનો રહેશે. અરજદારોની અધિકૃત યાદી મેળવવા આજે પ્રા. વી. યુે રાયચુરા તથા પ્રા. આર. એ. મહેતા ગાંધીનગર ગયા છે., આથી આવતીકાલથી અરજદાર નંબર આપવામાં આવશે.

(4:22 pm IST)