Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ભયાનક ક્રૂરતા : ૩ ફફડતા સંતાનોની સામે પત્નિનું ગળુ કાપી નાખ્યું : શંકાશીલ પતિનું પાગલપન

રાજકોટ તા. ૧ : અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ નજીક લાટી બજાર નંબર-૨ પાસે પઠાણની ચાલીમાં રહેતા અને છુટક મજૂરી કરતા અશોકભાઇ પોપટભાઇ બોરિસાની પત્ની ઘરેથી કામે જતી હતી ત્યારે પતિ તેના પર શંકા રાખતો હતો જેને લઇને બન્ને વચ્ચે એક સપ્તાહથી તકરાર ચાલતી હતી.

ગઇકાલે બપોરે આ મુદ્દે તકરાર થતાં ઉશ્કેરાઇ જઇને અશોક પોતાની પત્નીના ગળા સહિત શરીરના ભાગે ચાકુના ઘા મારીને હત્યા કરી હતી.

ક્રૂરતા પૂર્વક હત્યા કર્યા બાદ પત્ની લોહીના ખાબોચિયામાં તરફડિયા મારી રહી હતી છતાં તે સામે ઉભો હતો, ત્રણ માસુમ બાળકો કલ્પાત કરી રહ્યા હતા. આ બનાવની જાણ થતાં કાગડાપીઠ પોલીસે આવીને આરોપીની ધરપકડ કરી હતી.

(4:12 pm IST)