Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જીઈ પાવર થર્મલ પ્લાન્ટ્સને ભારતની પ્રથમ લો NOX બોઈલર ટેકનોલોજી ડિલીવર કરશે

અમદાવાદ : જીઈ પાવરે ભારતમાં તેની લો એનઓએકસ ફાયરીંગ સિસ્ટમથી બે કોલ - ફાયર્ડ બોઈલર્સ અપગ્રેડ કરવા માટે તેની ટેકનોલોજીને એનટીપીસી અને ટાટા કેમીકલ્સ દ્વારા પસંદ કરવામં આવી છે. ભારતમાં આ ટેકનોલોજીનું પ્રથમ ઈન્સ્ટોલેશન છે અને તે ઉત્તરપ્રદેશમાં દાદરી ખાતે એનટીપીસીના ૨*૪૯૦ થર્મલ પ્લાન્ટ અને ગુજરાતના મીઠાપુર ખાતે ટાટા પ્રોજેકટના ૧૩૬ ટીપીએચ બોઈલર માટે અમલમાં મૂકવામાં આવશે. જીઈ પાવરની ટેકનોલોજીથી આ યુનિટ્સમાં એનઓએકસ ઉત્સર્જનના વર્તમાન સ્તરમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં મદદ મળી રહેશે. જીઈ પાવર પાસે અન્ય પગલાઓ દ્વારા પણ એનઓએકસ સ્તરમાં વધુ ઘટાડો કરવાની ટેકનોલોજી છે. તેમજ લો એનઓએકસ બોઈલર ટેકનોલોજી સાથે સાંકળવાથી ૯૫%થી વધુ ઘટાડો હાંસલ કરી શકાય તેમ છે.

જીઈ પાવર ઈન્ડિયા લીમીટેડના મેનેજીંગ ડિરેકટર એન્ડ્રુ ડેલીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટ્સની સફળતા ભારતમાં ભવિષ્યમાં લો એનઓએકસ ફાયરીંગ સિસ્ટમમાં ફેરફાર બાબતે ટેકનોલોજી અને ટેકનીકલ વિશેષતાઓનું બેન્ચમાર્ક બનશે. ભારતમાં કોલસો ઉર્જાની લાંબા સમયનો આધાર બની રહેશે ત્યારે જીઈની અદ્યતન ટેકનોલોજી દેશના થર્મલ પાવર પ્લાન્ટ્સને અસરકારક અને વાતાવરણ મૈત્રીપૂર્ણ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

(4:12 pm IST)