Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર સાથે જોડવાનું હતું ત્યારે ભાજપ નેતાઓએ વિરોધ કરેલ

પાટીદારોને જરૂર હતી ત્યારે ભાજપના પાટીદાર નેતાઓ કયાં હતા?

અમદાવાદ તા. ૧ : અનામતના મુદ્દે પાટીદારો હજુય ભાજપથી નાખુશ છે. વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે સરદાર પટેલ સેવાદળે લખેલો પત્ર સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે જેમાં એવો આક્ષેપ કરાયો છેકે, ભાજપના નેતાઓ સરદાર સાહેબના નામનો ઉપયોગ કરીને રાજનીતિ કરવા નીકળી પડયાં છીએ.વાસ્તવમાં જયારે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ રાખવાનુ હતુ ત્યારે નરેન્દ્રભાઇ મોદી અને અશોકભાઇ ભટ્ટે જ સૌ પ્રથમ વિરોધ કર્યો હતો.

આ પત્રમાં ઉલ્લેખ કરાયો છેકે, છેલ્લા ચાર વર્ષથી પાટીદાર સમાજ અનામતની માંગ કરી રહ્યુ છે ત્યારે ભાજપ સરકારે જયારે હકારાત્મક રીતે વિચાર્યુ નથી. પાટીદારો પર જુલમ થઇ રહ્યો હતો ત્યારે તમે કયાં ગયા હતાં, પાટીદારોને જરૂર હતી ત્યારે ભાજપના પાટીદાર નેતાઓ કયાં ગયા હતાં.સરદાર પટેલની પ્રતિમા બનાવો તેનો વિરોધ નથી પણ આ વોટ લેવાની રાજનીતિ કરો છો. પાટીદારોને ખબર છે કે,ભાજપ કેટલી શુભચિંતક છે.

(3:52 pm IST)