Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

૨૧ વર્ષની બહેરી - મૂંગી પુત્રવધૂ ઉપર સસરાએ હેવાનિયત આચરી : ફડાકા માર્યાને ધમકી આપી

મુસ્લિમ પુત્રવધૂએ હિંમત દાખવી ફરિયાદ કરી : સસરાની ધરપકડ

સુરત તા. રાંદેર વિસ્તારમાં રહેતી એક મૂકબધિર પરણિતા પર તેના જ સસરાએ દુષ્કર્મ કર્યું હોવાની રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. શનિવારે ઘરે કોઇ નહોતું ત્યારે સસરાએ પોત પ્રકાશ્યું હતું અને પોતાની વહુ પર દુષ્કર્ન આચર્યુ હતું. પોલીસે સસરાની ધરપકડ કરી છે. સસરો ૭૦ વર્ષનો છે.ઙ્ગ

જાણવા મળેલી વિગત મુજબ  રાંદેરના કબુતરખાના વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારમાં આંખો પહોળી થઇ જાય તેવી ઘટના બની હતી. આ પરિવારમાં પતિ અને પત્નિ બનેં મૂકબધિર છે.૨૧ વર્ષની મૂકબધિર વહુ શનિવારે ઘરમાં એકલી હતી ત્યારે સવારે સસરાએ તેણી સાથે જબરદસ્તી કરીને દુષ્કર્મ આચર્યું હતું અને તેણીને લાફો પણ મારી દીધો હતો. પૂત્રવધૂએ રાંદેર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે લંપટ સસરાની ધરપકડ કરી છે.

(3:52 pm IST)