Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઇતિહાસમાં પ્રથમવાર પોલીસે એસટી બસને ડીટેઇન કરી

સંગીતની મોજ માણવાનું એસટી ડ્રાઇવરને મોંઘુ પડયું : ભુજ-પાલનપુર બસઃ રાધનપુરના સિહોરી બસ સ્ટેશનની ઘટના

રાજકોટ, તા., ૧: ગુજરાતમાં અવાર નવાર ખાનગી બસો, રીક્ષાઓ અને છકડાઓ ટ્રાફીક બ્રાન્ચ કે જીલ્લા ટ્રાફીક કે સ્ટેટ ટ્રાફીક દ્વારા બહુ ઉહાપોહ થાય ત્યારે ડીટેઇન કરવાની ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત તો એસટી આસપાસ ઉભા રહી ખાનગી ટ્રાવેલ્સ દ્વારા મુસાફરો  ભરાતા હોવાથી તેમની સામે પગલાના ભાગરૂપે ખાનગી બસો ડીટેઇન થતી હોય છે.

આજ સુધી ભાગ્યે જ બન્યુ હોય તેવું બન્યું છે. રાધનપુર ડેપોની બસ સિહોરી બસ સ્ટેશન પાસેથી પસાર થઇ ત્યારે ડ્રાઇવર ચાલુ બસે ઇયરફોનથી  સંગીત સાંભળતો હતો. મુસાફરોના જીવ જોખમમાં મુકે તેવી ઘટના બદલ પીએસઆઇ પી.જે.ેજેઠવાએ કાયદેસરની કાર્યવાહી કરી અને ભુજ-પાલનપુરની એસટી બસ ડીટેઇન કરતા ખળભળાટ મચી ગયો હતો. આમ આ નવતર ઘટનાએ તંત્રમાં અને લોકોમાં ભારે રસપ્રદ ચર્ચાઓ જગાવી છે.

(3:42 pm IST)