Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વસોના પીજ ગામે રિસાઈને પિયર જતી રહેલ પત્નીના ગમમાં પતિને મોત વ્હાલું કર્યું

નડિયાદ: વસો પંથકના પીજ ગામે રીસાઈને પિયર જતી રહેલી પત્નીના ગમમાં પતિએ ગળાફાંસો ખાધો છે. બે સંતાનના પિતાએ એકાએક ગળાફાંસો ખાઈ લેતા પુરા પંથકમાં ચકચાર જાગી છે. બનાવની જાણ વસો પોલીસને થતાં પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.તાલુકાના પીજ ગામે આવેલ છાપી ભાગોળ ખાતે રાજુભાઈ રમેશભાઈ ઠાકોર (ઉં..૩૫) રહેતા હતા. તેઓ પોતાની માતા જશોદાબેન અને પત્ની સાથે રહેતા હતા. છેલ્લા થોડા દિવસોથી રાજુભાઈને પોતાની પત્ની સાથે કોઈ બાબતને લઈ ઝઘડો થયો હતોજેના કારણે રાજુભાઈની પત્ની રીસાઈને પોતાના પિયરમાં જતી રહી હતી. રીસામણે બેઠેલ પત્નીના ગમમાં રાજુભાઈ ખુબજ એકલતા અનુભવતા હતા. વાતને લઈ તેઓને લાગી આવતા ગત્ રોજ રાત્રિના સમયે રાજુભાઈએ પોતાના બેડરૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જશોદાબેન ઘરના આંગણે સૂઈ રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે રાજુભાઈએ પોતાની રૂમમાં આવેલ છતના હુક સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. વહેલી સવારે જશોદાબેનને વાતની જાણ થતાં તેઓના માથે આભ ફાટી પડયું હતું.

 

તેઓએ અંગે વસો પોલીસને જાણ કરતા વસો પોલીસના કોન્સ્ટેબલ કાંતિભાઈ વાઘેલા સહિત અન્ય પોલીસ કર્મીઓ તુરંત ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજુભાઈનો લગ્ન ગાળો આશરે ૧૫ વર્ષનો છે. રાજુભાઈના પગલાને કારણે એક ૧૨ વર્ષની દિકરી અને તેનાથી નાનો એક દિકરાએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.

(2:41 pm IST)