Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગાંધીનગરમાં હિટ એન્ડ રનના બનાવમાં એકનું મોત

ગાંધીનગર: શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને તેમાં પણ હીટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે ત્યારે શહેરના મુખ્ય એવા -માર્ગ ઉપર સાયકલ લઈને પસાર થઈ રહેલા આધેડને અજાણ્યો વાહનચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન આધેડનું મોત નીપજયું છે.

 

ઘટના અંગે સે-ર૧ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છેરાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં પહોળા રાજમાર્ગો ઉપર રોકેટ ગતિએ દોડતાં વાહનચાલકો અવારનવાર ગંભીર અકસ્માત સર્જતા હોય છે જેનો નિર્દોષ લોકોના મોત નીપજતાં હોય છે. વળી આવી અકસ્માતની ઘટનાઓ સર્જીને ભાગી જવામાં પણ સફળ થતાં હોય છે.
શહેરમાં હીટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહયો છે ત્યારે શહેરના ચરેડી ખાતે રહેતાં મોહનભાઈ લકધીરભાઈ ઠાકોર ..૪૯ ગુરૂવારની રાત્રે શહેરના -માર્ગ ઉપરથી સાયકલ લઈને પસાર થઈ રહયા હતા તે દરમ્યાન - નજીક પુરઝડપે જતાં કોઈ અજાણ્યા વાહનચાલકે તેમની સાયકલને અડફેટે લેતાં મોહનભાઈ રોડ ઉપર પછડાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓના કારણે તેમને ગાંધીનગરથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે સવારે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
ઘટના અંગે તેમના પુત્ર સુરેશભાઈ મોહનભાઈ ઠાકોરની ફરિયાદના આધારે સે-ર૧ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે જો કે અત્યાર સુધી શહેરમાં સંખ્યાબંધ હીટ એન્ડ રનની ઘટનાઓ બનવા પામી છે પરંતુ એકપણ આરોપી પોલીસને હાથ લાગ્યો નથી

(2:41 pm IST)