Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મહેસાણાની એનિમલ કેર સેન્ટરમાં ત્રણ સાપના મોત

મહેસાણા:  રામોસણા રોડ ઉપર આવેલા એનીમલ કેર સેન્ટરમાં ત્રણ દિવસથી ઘાયલ ત્રણ સાપોએ દમ તોડી દેતા જબરો હોબાળો મચ્યો હતો. યુવાનોએ સાપના લાશનો કબજો લઈ વનખાતાના અધિકારીઓ પાસે પહોંચ્યા હતા. અવારનવાર કેર સેન્ટરમાં દવાનો જથ્થો હોવાથી સાપોના મોત થાય છે.ત્રણ દિવસ પહેલા સોમનાથ ચોકડી, નવદિપ સોસાયટીમાંથી ચેકડ કીલ બેક નામનો ઘાયલ સાપ ગુરુવારે સાંઈબાબા નજીકથી કોમન ક્રેઈટ નામનો ઈજાગ્રસ્ત સાપ તેમજ રામોસણા ચોકડી પાસે કોમન રેટ સ્નેક નામના ત્રણ ઘાયલ સાપને એનીમલ કેર સેન્ટરમાં યુવાનોએ મુક્યા હતા પરંતુ ત્યાં પુરતી દવાઓ હોવાને લીધે ત્રણેય સાપના આજે મોત થયા હતા.

(2:40 pm IST)