Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

દૂધસાગર ડેરીમાં દૂધના ભાવમાં ઘટાડો:આજથી અમલ

મહેસાણા: દૂધસાગર ડેરી દ્વારા ઓકટોમ્બર માસથી દૂધના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાછલા બે માસના સમયગાળામાં સતત ત્રીજીવાર ડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવતા દૂધ ઉત્પાદકોમાં નારાજગી ફેલાઈ છેમહેસાણા દૂધસાગર ડેરીએ તા.૦૧/૧૦/ર૦૧૮ ના રોજથી દુધના ભાવમાં રૂ.રપ નો ઘટાડો કરતા હવે ડેરી સાથે સંકળાયેલા મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદકોને રૂ.પ૭પ ને બદલે રૂ.પપ૦ ચુકવવામાં આવશે. ડેરીના નિર્ણયને પગલે નારાજગી જોવા મળે છે.

 

નોંધપાત્ર  છે કે, તાજેતરમાં ચાણસ્મા તાલુકાના દૂધઉત્પાદકોએ રૂપપુરૂમાં ખેડૂત હિતરક્ષક સમિતિના ઉપક્રમે પશુપાલકોએ વિશાળ રેલી યોજી હતી અને અન્ય દૂધસંઘો કરતા દૂધસાગર ડેરી દ્વારા નીચા ભાવ આપવામાં આવતા હોવાના મુદ્દે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.
વળી, રાજસ્થાન અને હરિયાણામાંથી ડેરી દ્વારા કરવામાં આવતી દૈનિક સાડા આઠ લીટર દૂધની ખરીદી બંધ કરવામાં આવે તો ડેરી સાથે સંકળાયેલા ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકોને લાભ મળે તેવી માંગ ઉઠી હતી. જો કે ડેરીના સુત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે અત્યારે દુધની આવકમાં વધારો થયો છે. જેના કારણે વચગાળાનો ભાવ નક્કી કરીને દૂધ ઉત્પાદકોના હીતમાં નિર્ણય લેવાયો હોવાનુ જાણવા મળે છે.  

(2:40 pm IST)