Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વડોદરામાં મંગલેશ્વરના ઝાંપા વિસ્તારમાં ધોળેદિવસે અંગત અદાવતમાં યુવક્ની કરપીણ હત્યા

વડોદરા :શહેરના મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં ધોળા દિવસે અંગત અદાવતમાં કેટલાંક શખ્સોએ યુવકની હત્યા કરી દેતાં ચકચાર મચી છે. પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

   બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં રવિ સોલંકી નામનો યુવાન અને તેનો પરિવાર રહે છે. મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં રહેતા રવિ સોલંકીની કામગીરી અને વર્તણુક ખુબ જ સારી હોય તેના વિસ્તારમાં ખુબ જ પ્રયખ્યાત હતો. કોઈક શખ્સ દ્વારા તેની અંગત અદાવત રાખી આજે ધોળે દિવસે હત્યા કરી નાંખી હતી.

   આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ યુવકના મૃતદેહને પી.એમ.માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરી નાસી છુટેલા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:59 pm IST)