Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સુરતના વરાછામાં ફિલ્મ અભિનેતાનું શંકાસ્પદ મોત

આયુર્વેદિક ગોળી ખાધા બાદ આખું શરીર જકડાઈ ગયું

સુરતમાં રહેતા અને બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મના એક્ટરનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા તૃપ્તીનગરમાં મૂળ કાનપુરનો અભિષેક સિંગ જયપાલ સિંગ(ઉ.વ.28) પરિવાર સાથે રહેતો હતો.

   આ અભિનેતા આજે  સવારે ભોજપુરી ગીતના શુટીંગમાં જતા સમયે આયુર્વેદિક ગોળી ખાધા બાદ આખું શરીર જકડાઈ ગયું હતું. તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

(9:48 pm IST)