Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

હિંમતનગરના પુંસરી ગામના વિકાસથી 60 દેશના પ્રતિનિધિઓ થયા પ્રભાવિત

અમદાવાદ :ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ભારતના શ્રેષ્ઠ ગામ પુંસરીની 60 દેશના 118 પ્રતિનિધિઓએ મુલાકાત લઇ પ્રભાવિત થયા હતા. તેઓ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના ઉપક્રમે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં સહભાગી થયેલા 60 જેટલા દેશોના ઉચ્ચકક્ષાના 118 જેટલા પ્રતિનિધિઓ હતા.

(9:18 pm IST)